Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરિકામાં પંજાબી યુવકએ માતા-પિતા અને દાદીની ગોળી મારીને હત્યા કરી, આરોપી પકડાયો

Chief Editor June 20, 2026
america-virginia-texas-punjabi-student-gaurav-chopra-kills-parents-grandmother

Texas Punjabi Student Kills Parents | અમેરિકાના (America) ટેક્સાસ (Texas) રાજ્યના અલ્ટન (Alton) શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 19 વર્ષના ભારતીય મૂળના પંજાબી વિદ્યાર્થીએ (Student) પોતાના જ પરિવાર પર અંધાધૂંધ ફાયરિંગ (Firing) કરીને ત્રણ સભ્યોની ઘાતકી હત્યા કરી દીધી છે.

મૃતકોની ઓળખ 56 વર્ષીય પિતા સીતા રામ, 46 વર્ષીય માતા કમલેશ રાની અને 73 વર્ષીય દાદી મહિન્દર કૌર તરીકે થઈ છે. પોસ્ટમોર્ટમ (Postmortem) રિપોર્ટ અનુસાર, ત્રણેય સભ્યોના મોત માથામાં ગોળી વાગવાના કારણે થયા હતા.

Join Our WhatsApp Group

આ લોહિયાળ ખેલ દરમિયાન આરોપી ગૌરવ ચોપરાએ તેના 21 વર્ષીય ભાઈ સાજન પર પણ ગોળી ચલાવી હતી, પરંતુ તે આબાદ બચી ગયો હતો અને તેણે તાત્કાલિક 911 પર કોલ (Call) કરીને પોલીસને (Police) જાણ કરી હતી.

વારદાતને અંજામ આપીને કારમાં ફરાર થઈ રહેલા ગૌરવનો પોલીસે પીછો કર્યો હતો. આ દરમિયાન આરોપીની કારનો અકસ્માત (Accident) પણ સર્જાયો હતો. ધરપકડ (Arrest) સમયે તેની પિસ્તોલ (Pistol) માલફંક્શન (Malfunction) થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે.

આરોપી યુનિવર્સિટી ઓફ ટેક્સાસ રિયો ગ્રાન્ડે વેલીનો (UTRGV) વિદ્યાર્થી છે અને તેનો પરિવાર મૂળ પંજાબના નવાંશહરનો રહેવાસી છે. ગૌરવ સામે કેપિટલ મર્ડરનો (Capital Murder) ગુનો દાખલ કરી તેને વિના જામીન જેલમાં મોકલાયો છે. પોલીસ (Police) હાલ હત્યા પાછળના મુખ્ય હેતુની તપાસ (Investigation) કરી રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Murder (હત્યા) Texas (ટેક્સાસ) USA (અમેરિકા)

Post navigation

Previous: ફિનલેન્ડમાં હૈદરાબાદનો વિદ્યાર્થી છેલ્લા 45 દિવસથી ગુમ: તેલંગાણા હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
Next: ઇંગ્લેન્ડના સ્મેથવિકમાં વૃદ્ધ શીખ વ્યક્તિ પર જીવલેણ હુમલો: બે સગીર આરોપીઓની ધરપકડ
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.