Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

AIIMS રાજકોટનું 60 ટકા નિર્માણકાર્ય સંપન્ન – પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ

H S May 24, 2023
25 aim1

…………………
ઓકટોબર-૨૦૨૩ સુધીમાં ગુજરાતની પ્રથમ AIIMS – રાજકોટનું બાંધકામ પૂર્ણ થશે- પ્રવક્તા મંત્રીશ્રી
………………….
ડિસેમ્બર-2021થી શરૂ થયેલ OPD સેવાનો 50 હજારથી વધુ દર્દીઓએ લાભ મેળવ્યો


પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે AIIMS રાજકોટના નિર્માણકાર્ય સંદર્ભે જણાવ્યું કે , હાલ રાજકોટ એઇમ્સનું 60 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ઓકટોબર-૨૦૨૩ સુધીમાં ગુજરાતની પ્રથમ AIIMS – રાજકોટનું ૧૦૦ ટકા બાંધકામ પૂર્ણ થશે તેમ તેમણે જણાવીને આ ઇન્સ્ટીટ્યુટ કાર્યરત બનતા ગુજરાતની સાથે દેશની સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે તેમ ઉમેર્યુ હતુ.


એઇમ્સ એ રાજયના સ્વાસ્થ્ય ક્ષેત્રે ‘માઈલ સ્ટોન’ બની રહેશે તેમ જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આશરે ૧,૫૮,૮૭૯ ચો. મી. ના બાંધકામ વિસ્તારમાંથી ૯૧,૯૫૦ ચો. મી. વિસ્તારનું બાંધકામ પૂર્ણ થયેલ છે. અહીં ૭૭,૪૩૫ ચો. મી.ના હોસ્પિટલ વિસ્તારમાં ૧૫ થી ૨૦ સુપરસ્પેશિયાલિસ્ટ વિભાગ, ઇમરજન્સી, ટ્રોમા, આયુષ અને આઈસીયુ જેવી સુવિધાઓ, ૨૭,૯૧૧ ચો. મી. વિસ્તારમાં મેડિકલ અને નર્સિંગ કોલેજ, ૫૧,૧૯૮ ચો.મી. વિસ્તારમાં હોસ્ટેલ અને ક્વાટર્સ તથા ૨,૩૩૫ ચો.મી. વિસ્તારમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૧૭-૧૮ ના બજેટમાં AIIMS – રાજકોટની જાહેરાત કરાઈ હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 1.58 લાખ ચો.મી. વિસ્તારમાં ૭૫૦ બેડ અને હાલ ૧૫૦ એમ.બી.બી.એસ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ AIIMS નું ડિસેમ્બર,2020માં ઈ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →


અહીં ડિસેમ્બર ૨૦૨૧ થી કાર્યરત ૧૪ સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ નાગરિકોએ ઓ.પી.ડી સેવાનો તથા ૪૫ હજારથી વધુ નાગરિકોએ ટેલીમેડીસીન સેવાનો લાભ લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪ પહેલાં દેશમાં ફક્ત ૮ જ એઇમ્સ કાર્યરત હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશનું સુકાન સંભાળ્યા બાદ દેશને નવી ૧૪ એઈમ્સની મંજૂરી મળી છે.
………………………………………..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: અંગોના ટ્રાન્સપ્લાન્ટ સંદર્ભે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Next: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ટેક મહિન્દ્રા તેમજ ફ્લૂર કોર્પોરેશનના અધ્યક્ષો સાથે સૌજન્ય મુલાકાત
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.