National

5 મહિના સુધી નોકરી ન મળી, AI ની મદદથી ક્રેક કર્યો ઈન્ટરવ્યુ, મળ્યું ₹1.5 કરોડનું વાર્ષિક પેકેજ

AI Job Interview | આજના ડિજિટલ યુગમાં સારી ડિગ્રી (Degree) અને અનુભવ હોવા છતાં નવી નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.

આવી જ એક રસપ્રદ વાર્તા સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ રેડિટ (Reddit) પર વાયરલ થઈ રહી છે. એક વ્યક્તિએ લગભગ 10 વર્ષ સુધી એક જ કંપનીમાં કામ કર્યું હતું અને ત્યાં તેને 3 વખત પ્રમોશન (Promotion) પણ મળ્યું હતું. પરંતુ, ફેબ્રુઆરી મહિનામાં કંપનીએ તેને અચાનક નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.

નોકરી ગુમાવ્યા બાદ તે વ્યક્તિએ સતત 5 મહિના સુધી નવી જોબ (Job) માટે અરજીઓ કરી અને અનેક ઈન્ટરવ્યુ (Interviews) આપ્યા. પરંતુ દરેક વખતે તેને નિષ્ફળતા જ હાથ લાગી.

કેટલીક જગ્યાએ ઈન્ટરવ્યુ સારા ગયા પછી વેકેન્સી રદ થઈ જતી તો ક્યાંક હાયરિંગ (Hiring) ફ્રીઝ થઈ જતું હતું. સતત મળેલા અસ્વીકારથી તેનો આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો.

આખરે તેણે પોતાની રણનીતિ બદલી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence – AI) ની મદદ લેવાનું નક્કી કર્યું. તે જે પણ કંપનીમાં એપ્લાય કરતો, તેની જોબ ડિસ્ક્રિપ્શન (Job Description) અને ઈન્ટરવ્યુઅર (Interviewer) ની વિગતો AI ટૂલ્સમાં ફીડ કરતો હતો.

AIની મદદથી તેણે સંભવિત પ્રશ્નો તૈયાર કર્યા, ઈન્ટરવ્યુઅરની પ્રોફાઇલ પર રિસર્ચ કર્યું અને પોતાના અનુભવ મુજબ ટૂંકા અને અસરકારક જવાબો આપવાની પ્રેક્ટિસ કરી.

AI ની આ સ્માર્ટ મદદથી તેના ઈન્ટરવ્યુ આપવાની શૈલીમાં મોટો સુધારો આવ્યો. પરિણામે તેને એક ગ્લોબલ કંપનીમાં ₹1.5 કરોડનું વાર્ષિક પેકેજ ધરાવતી શાનદાર નોકરી મળી ગઈ. જોકે, તેણે સ્પષ્ટ કર્યું હતું કે AI માત્ર એક ટૂલ (Tool) છે, ખરી સફળતા તમારા કૌશલ્ય (Skill) અને અનુભવ પર જ નિર્ભર કરે છે.

Chief Editor

Recent Posts

अमेरिका में बेटी की हत्या के बाद मां की गुहार, 8 महीने के नाती की कस्टडी के लिए भारत और अमेरिका सरकार से मांगी मदद

अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…

46 minutes ago

અમેરિકામાં દીકરીની હત્યા બાદ માતાની 8 મહિનાના પૌત્રની કસ્ટડી માટે ભારત અને અમેરિકાની સરકાર પાસે મદદ માગી

Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…

50 minutes ago

ઓસ્ટ્રેલિયાના બોન્ડી આતંકી હુમલામાં ઘાયલ થયાનું નાટક કરી વળતર મેળવવાનો પ્રયાસ, ભારતીય નાગરિક સામે છેતરપિંડીનો આરોપ

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર ડિસેમ્બર 2025માં થયેલા ભયાનક આતંકી હુમલાનો લાભ લઈને વળતર…

1 day ago

अमेरिका के 2024 राष्ट्रपति चुनाव में अवैध मतदान करने वाला भारतीय नागरिक दोषी करार

Illegal Voting | अमेरिका के 2024 के राष्ट्रपति चुनाव में अवैध रूप से मतदान करने…

2 days ago

અમેરિકામાં 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદે મતદાન કરનાર ભારતીય નાગરિક દોષિત

Illegal Voting | અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદે મતદાન કરવા અને અમેરિકી નાગરિક હોવાનો ખોટો દાવો…

2 days ago

વિપક્ષના ગાલે લપડાક સમાન વર્લ્ડબેંકનો રિપોર્ટ

નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે વિશ્વ બેંકના ઓક્ટોબર 2026ના પૉવર્ટી એન્ડ ઈક્વિટી બ્રીફનો…

3 days ago