Ahmedabad Danilimda Stabbing | અમદાવાદ (Ahmedabad) ના દાણીલીમડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ વધુ એક છરીબાજીની ઘટના સામે આવી છે. રામ-રહીમના ટેકરા પાસે આવેલી એક બેકરીમાં જાહેરમાં એક યુવતી પર જીવલેણ હુમલો (Fatal Attack) થતા ચકચાર મચી ગઈ છે.
બહેરામપુરાની તમન્ના શેખ નામની યુવતી જ્યારે બેકરીમાં ખરીદી કરી રહી હતી, ત્યારે રહીમ ઉર્ફે નોમાન નામના યુવકે ત્યાં આવીને તકરાર શરૂ કરી હતી. આરોપીએ “તું મારી સાથે વાત કેમ નથી કરતી?” તેમ કહીને તીક્ષ્ણ છરી (Sharp Knife) વડે યુવતી પર એક પછી એક ચાર ઘા ઝીંકી દીધા હતા. એકતરફી પ્રેમ (One-sided Love) માં પાગલ યુવકે આ હિંસક કૃત્ય આચર્યું હતું.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા છે, જેમાં આરોપીની ક્રૂરતા સ્પષ્ટ દેખાય છે. ઈજાગ્રસ્ત યુવતીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા 8 દિવસમાં આ ત્રીજી ઘટના છે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…