Gold Silver Price Drop | ભારતીય વાયદા બજાર (MCX) માં આજે એટલે કે 22 જાન્યુઆરી, 2026ના રોજ સોના અને ચાંદીના ભાવમાં મોટો ભૂકંપ જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી રેકોર્ડ ઊંચાઈ પર ટ્રેડ (Trade) કરતી આ બંને કિંમતી ધાતુઓમાં ભારે નફારૂપી વેચવાલી (Profit Booking) ને કારણે રોકાણકારોમાં ફાળ પડી છે.
ચાંદીના ભાવમાં આજે ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. બુધવારે ₹3,18,492 પર બંધ થયેલી ચાંદી આજે કારોબાર દરમિયાન ગગડીને ₹3,05,753ની નીચી સપાટીએ પહોંચી હતી. આમ, એક જ દિવસમાં ચાંદીમાં ₹12,700થી વધુનો કડાકો (Crash) જોવા મળ્યો છે. હાલમાં બજારમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.
સોનાના ભાવમાં પણ મોટી નરમાઈ જોવા મળી છે. ગઈકાલના ₹1,52,862ના બંધ ભાવ સામે આજે સોનું ₹1,48,777 સુધી નીચે ઉતરી આવ્યું હતું. સોનામાં ₹3,200થી વધુનો ઘટાડો નોંધાતા તે ફરી ₹1.50 લાખની સપાટીની નીચે સરક્યું છે.
કેમ ભાવ ઘટ્યા?
બજારના નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂ-રાજકીય તણાવ (Geopolitical Tension) ઘટવાના સંકેતો મળતા રોકાણકારોએ સુરક્ષિત ગણાતા સોના-ચાંદીમાંથી નાણાં ખેંચવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને અમેરિકા દ્વારા ટેરિફ (Tariff) મુદ્દે લેવાયેલા હકારાત્મક નિર્ણયોની સીધી અસર બુલિયન માર્કેટ (Bullion Market) પર જોવા મળી રહી છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…