World

અફઘાનિસ્તાને બદલો લીધો, પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના ISIS અડ્ડાઓ પર તડાતડ ડ્રોન એટેક

Afghanistan Drone Attack | પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી કરવામાં આવી રહેલા સતત હુમલાઓનો અફઘાનિસ્તાને (Afghanistan) આકરો જવાબ આપ્યો છે.

અફઘાનિસ્તાનની વાયુસેનાએ (Air Force) પાકિસ્તાનની (Pakistan) સરહદમાં ઘૂસીને બલૂચિસ્તાન (Balochistan) અને ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) પ્રાંતોમાં આવેલા આતંકી સંગઠન ISIS ના અડ્ડાઓ પર શ્રેણીબદ્ધ ડ્રોન (Drone) અને હવાઈ હુમલા કરીને ભારે તબાહી મચાવી છે.

અફઘાનિસ્તાનના રક્ષામંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઓપરેશનની સત્તાવાર પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનનું કહેવું છે કે આ તમામ અડ્ડાઓનો ઉપયોગ કેટલાક દુશ્મન ઇન્ટેલિજન્સ ગ્રુપ્સ (Intelligence groups) ની મદદથી અફઘાનિસ્તાન વિરુદ્ધ આતંકી હુમલાઓનું પ્લાનિંગ (Planning) કરવા અને કાવતરાં ઘડવા માટે ઓપરેશનલ બેઝ (Operational base) તરીકે કરવામાં આવતો હતો.

અફઘાનિસ્તાનની સેનાએ અત્યંત સચોટ વ્યૂહાત્મક પ્લાનિંગ સાથે પાકિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાં ઓપરેશન હાથ ધર્યું હતું:

  • કિલા અબ્દુલ્લા જિલ્લો: બલૂચિસ્તાનના કિલા અબ્દુલ્લા (Killa Abdullah) ડિસ્ટ્રિક્ટના ગુલિસ્તાન (Gulistan) વિસ્તારમાં આવેલા લોકેશનને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
  • ચગાઈ જિલ્લો: બલૂચિસ્તાનના જ ચગાઈ (Chagai) જિલ્લાના શકર અબ જંગલ ગાર્ડી (Shakar Ab Jangal Gardi) વિસ્તારમાં હવાઈ હુમલા કરાયા હતા, જ્યાં ISIS મિલિટન્ટ્સ (Militants) અને અન્ય દુશ્મન તત્વો દ્વારા સંયુક્ત રીતે ઉપયોગમાં લેવાતી સુવિધાઓ (Joint facilities) નો નાશ કરાયો હતો.
  • ઓરકઝઈ એજન્સી: ખૈબર પખ્તુનખ્વાના ઓરકઝઈ (Orakzai) એજન્સી હેઠળ આવતા કમ્બર ખેલ (Kambar Khel) વિસ્તારમાં સક્રિય ISIS-ખોરાસન (ISIS-K) ના એક મુખ્ય અડ્ડા પર સફળતાપૂર્વક બોમ્બમારો કરાયો હતો.

અફઘાનિસ્તાન તાલિબાનના (Taliban) જણાવ્યા અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના આ એવા વિસ્તારો છે જ્યાં આ આતંકી સંગઠનના ઘણા ખાસ લીડર્સ (Leaders) અવારનવાર આવતા-જતા રહેતા હતા, જેને વાયુસેનાએ સફળતાપૂર્વક નિશાન બનાવ્યા છે.

શરૂઆતી અહેવાલો મુજબ, આ મિલિટરી ઓપરેશન (Military operation) દરમિયાન પહેલાંથી નક્કી કરાયેલા તમામ મોટા ટાર્ગેટ્સ પર સચોટ હુમલા કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાને સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તેઓ હવે દેશની સુરક્ષા (Security) અને સ્થિરતા (Stability) માટેના કોઈપણ જોખમને સહન નહીં કરે.

દેશ વિરુદ્ધ ઊભા થતા કોઈપણ ખતરાની ભાળ મેળવવા, તેને બેઅસર કરવા અને સંપૂર્ણપણે ખતમ કરવા માટે અફઘાનિસ્તાન પોતાના તમામ સંસાધનો અને ક્ષમતાઓનો ઉપયોગ કરવા માટે પૂરેપૂરું તૈયાર છે.

Chief Editor

Recent Posts

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…

17 hours ago

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…

18 hours ago

વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન

ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…

18 hours ago

IFFICO ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા

શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…

18 hours ago

अमेरिका में बेटी की हत्या के बाद मां की गुहार, 8 महीने के नाती की कस्टडी के लिए भारत और अमेरिका सरकार से मांगी मदद

अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…

22 hours ago

અમેરિકામાં દીકરીની હત્યા બાદ માતાની 8 મહિનાના પૌત્રની કસ્ટડી માટે ભારત અને અમેરિકાની સરકાર પાસે મદદ માગી

Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…

22 hours ago