Breaking News

Governor Acharya Devvratji visited Mundra Port and Adani Solar Panel Manufacturing Plant

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની મુલાકાતે કચ્છના મુન્દ્રા પોર્ટ અને અદાણી સોલાર પેનલ નિર્માણ પ્લાન્ટની મુલાકાત લીધી મુન્દ્રાના ભોપાવાંઢ ગ્રામ પંચાયત ભવન ખાતે સોલાર રૂફટોપ પ્રકલ્પનું રાજ્યપાલશ્રી દ્વારા અનાવરણ કરાયું

કચ્છની એક દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજરોજ કચ્છના મુન્દ્રા પોર્ટની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ મુન્દ્રા પોર્ટ ખાતેથી આયાત-નિકાસ, પોર્ટ ઓપરેશન, પોર્ટ ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ સહિતની વિગતો મેળવી હતી.

રાજ્યપાલશ્રીએ અદાણી સોલાર પેનલ નિર્માણ પ્લાન્ટની મુલાકાત લઈને ગ્રીન ઊર્જાના ક્ષેત્રમાં ભારતની આગેકૂચની પ્રસંશા કરી હતી. ત્યારબાદ, મુન્દ્રાના ભોપાવાંઢ ગ્રામ પંચાયત ભવન ખાતે સોલાર રૂફટોપ પ્રકલ્પનું રાજ્યપાલશ્રી દ્વારા અનાવરણ કરાયું હતું.

આ પ્રસંગે માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, અદાણી પોર્ટ એન્ડ સેઝના એક્ઝિક્યુટિવ ડીરેક્ટર રક્ષિત શાહ, અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર હેડ પંક્તિબેન શાહ, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, મુન્દ્રા પ્રાંત અધિકારી બી.એચ.ઝાલા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


સચરાચરની Whatsapp Channelમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: