વર્ષ 2025માં ઉજવાઈ રહેલા નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક કાર્યરત નારી સંરક્ષણ ગૃહ, ઓઢવ ખાતે સંસ્થાના આશ્રિત બહેનો દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે રાખડી બાંધી તેઓ તેમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા નારી ગૃહની તમામ આશ્રિત બહેનોને આશિર્વાદ આપી તેમના જીવનમાં સુખ અને શાંતિ રહે તે માટેની શુભકામનાઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દહેજ પ્રતિબંધક અધિકારી સુશ્રી વૃતિકાબહેન વેગડા, ફિલ્ડ ઓફિસર સુશ્રી ઉર્વશીબેન પુરબીયા, આશાબહેન દેસાઈ, નારી સંરક્ષણ ગૃહના મેનેજર સુશ્રી બીનલબહેન અલગોતર અને નારી ગૃહના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.