
Cloudburst In Uttarkashi | ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. ઊંચાઈવાળા વિસ્તારમાં વાદળ ફાટવાથી ખીરગંગા નદીમાં પૂર આવ્યું હતું. પર્વત પરથી ઝડપથી નીચે આવતા પાણીએ 20-25 હોટલ, ઘરો અને હોમસ્ટેને વહાવી દીધા હતા. ધારાલીનું મુખ્ય બજાર સંપૂર્ણપણે નાશ પામ્યું છે.
પ્રખ્યાત કલ્પ મંદિર પણ કાટમાળમાં વહી ગયું છે. ચાર લોકોના મોત થયા છે અને 70 લોકો ગુમ થયાના અહેવાલ છે. આના થોડા સમય પછી, સુખી ટોપ પર પણ વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી, પરંતુ તેમાં કોઈ નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી છે અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી છે અને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
#Watch | Continuous heavy rainfall and landslides in Uttarakhand’s Tehri Garhwal district have trapped a car under debris near Plasda area of Narendra Nagar; rescue teams are present at the spot.#Uttarkashi #UttarakhandCloudburst #Tehri #Garhwal pic.twitter.com/mlHoDokwNK
— DD News (@DDNewslive) August 6, 2025