Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54.90 જળસંગ્રહ

Chief Editor July 22, 2025
54 point 90 water storage in Sardar Sarovar Dam

  • રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ સરેરાશ 51.16 ટકા વરસાદ નોંધાયો
  • કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 58.46 ટકા વરસાદ વરસ્યો
  • રાજ્યના કુલ 206 ડેમ પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા
  • અત્યાર સુધીમાં કુલ 50.27 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 51.16 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 58.46 ટકા વરસાદ વરસ્યો છે.

આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા, પૂર્વ મધ્યમાં 49.39 ટકા, સૌરાષ્ટ્રમાં 49.36 ટકા, અને ઉત્તર ગુજરાતમાં 48.02 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 54.90 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,83,404 MCFT નોંધાયો છે. તેમજ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,32,380 MCFT પાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.55 ટકા જેટલું છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે 206 ડેમો પૈકી કુલ 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 41 ડેમને હાઈ એલર્ટ, 21 ડેમને એલર્ટ તથા 23 ડેમને વોર્નીંગ આપવામાં આવી છે.

રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 60 ડેમ 70 ટકાથી 100 ટકા, 37 ડેમ 50 ટકાથી 70 ટકા તથા 43 ડેમ 25 ટકાથી 50 ટકા જેટલા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં દાહોદ, પંચમહાલ, નર્મદા અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 18 જુલાઈ 2025ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 50.27 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, 58.74 ટકા વિસ્તારમાં ખરીફ–ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18.50 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે 18.56 લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે.

ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, NDRF અને SDRF દ્વારા અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી 4,278 નાગરિકોનું સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 689 નાગરીકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Gujarat Rain (ગુજરાત વરસાદ) Sardar Sarovar Dam (સરદાર સરોવર ડેમ)

Post navigation

Previous: મેલેરિયા સંવેદનશીલ 21 જિલ્લાના 196 ગામોમાં જંતુનાશક દવા છંટકાવનો પ્રથમ તબક્કો પૂર્ણ
Next: ભાનુબેન બાબરીયાએ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની કોમ્પ્યુટરાઇઝ ડ્રોથી કરી પસંદગી
Follow

Recent Posts

  • ટ્રમ્પની ચિંતામાં વધારો: અમેરિકાનું રાષ્ટ્રીય દેવું આઝાદી પછી સૌથી ઐતિહાસિક સપાટીએ
  • તમિલનાડુમાં વિજયની TVK ને કોંગ્રેસનું સમર્થન: DMK સાથે છેડો ફાડ્યો
  • સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં 7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું 1.51 લાખને પાર
  • મમતાને ધક્કા મારીને બહાર ફેંકી દો
  • રાજકારણથી દૂર ભાગતા વિજયે માતા-પિતા સામે જ કર્યો હતો કેસ; જાણો ‘થલાપતિ’ના સંઘર્ષની કથા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.