Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

GP-SMASHની વધુ એક ઉલ્લેખનીય સફળતા: ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી માતાના બંને બાળકોને સુરક્ષિત કરી, માતાની શોધખોળ માટે ત્વરિત કાર્યવાહી

Chief Editor July 4, 2025

આજે બપોરે ૩.૧૫ વાગ્યે ટ્રેનમાંથી એક મહિલા પડી ગઇ તેવી X પોસ્ટ થઈ, ને ૩.૧૯ વાગ્યે તો ગુજરાત પોલીસની ટીમો દોડતી થઈ ગઈ

રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સેવા માટે ૨૪*૭ કાર્યરત GP-SMASH પહેલનો એક જાગૃત મહિલા મુસાફરે ખૂબ સારો ઉપયોગ કર્યો

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

સમસ્યા કે મુશ્કેલીના સમયે કોઈપણ સમયે આ પહેલનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવા માટે રાજ્યના નાગરિકોને અપીલ


…..


રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયની સૂચનાથી શરૂ કરવામાં આવેલી GP-SMASH (ગુજરાત પોલીસ – સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ) પહેલે ફરી એકવાર નાગરિકોની સુરક્ષા અને સેવા માટે પોતાની કાર્યક્ષમતા સાબિત કરી છે. લૉ એન્ડ ઓર્ડર ડીઆઈજી શ્રી દીપક મેઘાણીના માર્ગદર્શન હેઠળ આ પહેલ રાજ્યના નાગરિકોની ફરિયાદો અને ચિંતાઓનું ઝડપથી નિરાકરણ લાવી ગુજરાત પોલીસ નાગરિકોથી માત્ર સિંગલ ક્લિક નજીક હોવાનો અહેસાસ કરાવી રહી છે.

આજે બપોરે ૦૩:૧૫ વાગ્યે, શ્રીમતી તરુણાબેન જૈન નામના એક જાગૃત મહિલાએ X પ્લેટફોર્મ પર ગુજરાત પોલીસને ટેગ કરીને એક ગંભીર પોસ્ટ મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રેન નંબર ૧૨૪૭૧ના કોચ નંબર S4માં એક માતા તેમના બે બાળકો સાથે પ્રવાસ કરી રહી હતી. ટ્રેન કુડસડ અને કોસંબા (સુરત) વચ્ચે પસાર થઈ રહી હતી ત્યારે આ માતા ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગઈ. તો જલ્દી મદદ કરો.

૨૪*૭ એલર્ટ રહેતી GP-SMASHની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમે આ પોસ્ટ ઉપર ત્વરિત સંજ્ઞાન લઈ, માત્ર ચાર મિનિટમાં, એટલે કે બપોરે ૦૩:૧૯ વાગ્યે, શિફ્ટ ઈનચાર્જ પીએસઆઈ શ્રી કે.ઓ.દેસાઈ અને કોન્સ્ટેબલ શ્રી અશોકભાઈ ઠાકોરે X હેન્ડલ @GujaratPolice ઉપરથી @Grp_Vadodaraને ટેગ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી.

આ સૂચનાના પગલે, વેસ્ટર્ન રેલવે વડોદરાએ તાત્કાલિક બે ટીમો ગઠન કરી. એક ટીમે ટ્રેનના સંબંધિત કોચમાં રહેલા બંને બાળકોને સુરક્ષિત રીતે કબજે કરીને તેમની સંભાળ લીધી, જ્યારે બીજી ટીમે ટ્રેનમાંથી પડી ગયેલી માતાની શોધખોળ માટે તપાસ શરૂ કરી. બપોરે ૦૩:૪૧ વાગ્યે, @Grp_Vadodara X હેન્ડલ ઉપરથી સંબંધિત પોસ્ટ પર રિપ્લાય કરીને જણાવવામાં આવ્યું કે બંને બાળકો સલામત અને સુરક્ષિત છે, અને તેમની સંભાળ રાખવામાં આવી રહી છે. વધુમાં, માતાની શોધખોળ માટે ટીમો કાર્યરત છે, અને રેલવે ટ્રેક પર તપાસ બાદ નજીકની હોસ્પિટલો તથા આસપાસના વિસ્તારોમાં તપાસ ચાલુ છે.

કાયદો અને વ્યવસ્થા કે પોલીસ સંબંધિત કોઈ સમસ્યા કે મુશ્કેલીના સમયે કોઈપણ સમયે આ પહેલનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવા માટે રાજ્યના નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

…..

GP-SMASH: નાગરિકોની સુરક્ષા અને સેવા માટે 24*7 સજ્જ

GP-SMASH પહેલ, જે ૧લી માર્ચ, ૨૦૨૫થી શરૂ કરવામાં આવી છે, તે સોશિયલ મીડિયા પર નાગરિકો દ્વારા રજૂ થતી ફરિયાદો, ચિંતાઓ અને સૂચનોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે કાર્યરત છે. આ પહેલ હેઠળ, સ્ટેટ લેવલની ડેડિકેટેડ ટીમ 24*7 રિયલ-ટાઇમમાં X પ્લેટફોર્મ પર થતી પોસ્ટ્સનું મોનિટરિંગ કરે છે અને ગણતરીની મિનિટોમાં જવાબ આપે છે. આ ઉપરાંત, રેન્જ, યુનિટ અને જિલ્લા સ્તરે પણ અલગ-અલગ ટીમો આ પ્રક્રિયાને સતત ટ્રેક કરે છે, જેથી નાગરિકોની સમસ્યાઓનું સમયસર નિરાકરણ થઈ શકે.

નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસની ખાતરી

આ ઘટના GP-SMASH પહેલની કાર્યક્ષમતા અને નાગરિકો પ્રત્યેની જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રોજેક્ટે નાગરિકોને એવો અહેસાસ કરાવ્યો છે કે ગુજરાત પોલીસ માત્ર એક ક્લિક દૂર છે. આ પહેલના પરિણામે, નાગરિકોની પોલીસ પ્રત્યેની વિશ્વસનીયતા અને સુરક્ષાની ભાવનામાં નોંધપાત્ર વધારો થયો છે.

GP-SMASH એ માત્ર ડિજિટલ મોનિટરિંગનું માધ્યમ નથી, પરંતુ ટેકનોલોજીથી સંલગ્ન, જવાબદાર અને નાગરિક-કેન્દ્રિત પોલીસ વ્યવસ્થા તરફનું એક મજબૂત પગલું છે. ગુજરાત પોલીસ આ પહેલ દ્વારા રાજ્યના નાગરિકોની સેવા અને સુરક્ષા માટે સતત પ્રતિબદ્ધ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: શિકાગોના જલારામ મંદિર દ્વારા હોફમેન એસ્ટેટ્સમાં કરેલ વાર્ષિક 2025 મેળાનું આયોજન
Next: રાજ્યની ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યોનું અદકેરુ અભિવાદન
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • लॉस एंजिल्स में दिवाली और हनुक्का का जश्न, भारतीय-यहूदी समुदाय एक मंच पर आए
  • લોસ એન્જલસમાં દિવાળી અને હનુક્કાહની ઉજવણી: ભારતીય-યહૂદી સમુદાયો એક મંચ પર આવ્યા
  • चुनाव में भारतीय मूल के उम्मीदवारों का दबदबा: पिया, सुहास और अरुणा की जीत
  • અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો: પિયા, સુહાસ અને અરુણા મિલરની જીત
  • अमेरिकी चुनाव में भारतीय मूल की पिया दांडिया की जीत, फ्लोरिडा से पहुंचीं कांग्रेस
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.