Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

મુખ્યમંત્રી રાહત ફંડમાં હવે ઓનલાઇન ડોનેશન આપીને ઓટો જનરેટેડ ઇ-રીસીપ્ટ મેળવી શકાશે

Chief Editor October 10, 2023
10 po2

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સી.એમ. રીલીફ ફંડમાં દાન સ્વીકારવાના ઓનલાઈન પોર્ટલનું લોન્ચિંગ કર્યું

10-10

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલાઇઝેશન અને ડિજિટલ ઇકોનોમીને વેગ આપવા અપનાવેલા અભિગમમાં ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ એક કદમ ભર્યું છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાં ડોનેશન ઓનલાઇન સ્વીકારવા માટે શરૂ કરવામાં આવેલા પોર્ટલનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યું હતું.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ પોર્ટલ પર ઓનલાઇન લિંક ઉપર ક્લિક કરીને કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાનો દાન-ફાળો આપી શકશે.

આ લિંક પર ક્લિક કરવાથી સંબંધિત વ્યક્તિના મોબાઈલ નંબર પર ઓટીપી જનરેટ થશે અને દાન આપનાર વ્યક્તિ પોતાના નામ, સરનામા, પાનકાર્ડ, ઈ-મેઇલ આઇડી જેવી પ્રાથમિક વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે.

ત્યારબાદ પે-ડોનેશન પર ક્લિક કરીને અલગ-અલગ પેમેન્ટ મોડ, તમામ યુ.પી.આઈ પ્લેટફોર્મ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ક્યુ.આર. કોડ જેવા માધ્યમથી સી.એમ. રીલીફ ફંડમાં ઓનલાઇન ડોનેશન આપી શકશે.

આ પેમેન્ટ સક્સેસફુલ થયેથી દાન આપનાર વ્યક્તિને ઓટો જનરેટેડ ઇ-રીસીપ્ટ, ૮૦-જી સર્ટિફિકેટ અને મુખ્યમંત્રીશ્રી દ્વારા અપાતો પ્રશંસાપત્ર ત્વરાએ મળી જશે.

આ ઓનલાઇન ડોનેશન પોર્ટલ અને રીસીપ્ટનું ઓનલાઈન ડિજિટલાઇઝેશન પદ્ધતિ કાર્યરત થવાથી દાતાને તુરંત જ પેમેન્ટ રીસીપ્ટ અને સર્ટિફિકેટ મળી જશે અને જરૂર જણાયે ગમે ત્યારે મોબાઈલ નંબર લોગીનથી રીસીપ્ટ કે સર્ટિફિકેટ મેળવી પણ શકાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-દર્શનમાં આવી રાહત-સહાય આપવાના ધોરણો વધુ ઉદાર બનાવવાની સંવેદના સાથે સપ્ટેમ્બર-૨૦૨૧થી અત્યાર સુધીમાં ગંભીર રોગોથી સારવાર માટે ૨૦૮૫ લોકોને કુલ ૩૦.૮૧ કરોડ રૂપિયા તેમજ અકસ્માત મૃત્યુ અને ઈજાના કેસોમાં ૪૫૦થી વધુ લોકોને ૧૮.૮૫ કરોડની સહાય સરકારે આપી છે.
રાહત નિધિમાં મળતા દાનનો ઉપયોગ આવા જરૂરતમંદ વ્યક્તિઓના કિસ્સામાં સહાય માટે રાજ્ય સરકાર કરે છે.

કુદરતી આપત્તિમાં મદદ-સહાય ઉપરાંત કેન્સર, હાર્ટ સર્જરી, લંગ્સ રીપ્લેસમેન્‍ટ, મૂત્રપિંડના રોગો જેવા ગંભીર રોગોની સારવાર માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જરૂરતમંદ વ્યક્તિઓને સહાય આપવામાં આવે છે.


એટલું જ નહીં, ગંભીર માર્ગ અકસ્માતના કિસ્સામાં પણ જાન ગુમાવનારા અને ગંભાર ઈજાગ્રસ્ત લોકોને આ ફંડમાંથી સહાય અપાઈ છે.

હવે, ઓનલાઇન પોર્ટલના કાર્યરત થવાથી દેશ અને દુનિયામાંથી કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાના તરફથી દાન-ડોનેશન એટ વન ક્લિકથી આપી શકશે અને આવા જરૂરતમંદ લોકોની મદદ માટેના સરકારના કાર્યોમાં સહયોગી બની શકશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આ પોર્ટલ અને ડોનેશનની રીસિપ્ટના ઓનલાઇન ડિજિટલાઇઝેશનનો પ્રારંભ રાહત કમિશનર શ્રી આલોક પાંડે, મુખ્યમંત્રી કાર્યાલયના સચિવશ્રીઓ તથા સ્ટેટ બેંક ઓફ ઈન્‍ડીયાના ચીફ જનરલ મેનેજર અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માળવાવ ગામે ઉમંગ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત
Next: સાણંદ ખાતે સાયબર અંગેની જાગૃતી આવે તે માટેનું આયોજન
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.