Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

વલસાડનાં ડુંગરીમાં સ્થપાશે ઈન્‍ડસ્ટ્રીયલ પાર્ક…Vibrant Gujarat-2024

Chief Editor August 9, 2023
9 mou1

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં વધુ ૧૧૧૩ કરોડ રૂપિયાના રોકાણો માટે વધુ ૪ MoU થયાં

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે.

આ વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.

આ ઉપક્રમનાં ત્રીજાતબક્કામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. ૧૧૧૩કરોડના કુલ રોકાણો સાથે ૪ જેટલા MoU મંગળવાર, ૮ ઓગષ્ટે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

કેમિકલ સેક્ટરમાં કુલ ૩૦૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૧ ઉદ્યોગગૃહે MoU કર્યા હતા. તદ્‌નુસાર, મેઘમણી ક્રોપ ન્યુટ્રીશન લિમિટેડ સાણંદમાં નેનો પ્રવાહી ખાતરનો પ્લાન્‍ટ ૨૦૨૫-૨૬ સુધીમાં શરૂ કરશે.

ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ. જે. હૈદરે રાજ્ય સરકાર વતી અને ઉદ્યોગગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા.

પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા આ MoU સાઈનીંગના ઉપક્રમની ત્રણ કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. ૩૮૭૪ કરોડના રોકાણોના ૧૪MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ સાડા નવ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.

તદ્‌નુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં-૨૧૦૦, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં-૭૦૦, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં-૩૦૮૫ સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે.

રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમીનીસ્ટ્રેશન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં છે તેની આ ઉદ્યોગકારોએ સરાહના કરી હતી.

મંગળવારે ૮ ઓગષ્ટે થયેલા MoU અનુસાર સાણંદ, ડેસર-વડોદરા, પીપોદરા-સુરત તેમજ વલસાડના ડુંગરીમાં ૨૦૨૪-૨૫-૨૬ સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે ચાર MoU થયા છે.

આ MoU અનુસાર વન્‍ડર સિમેન્‍ટ લિમિટેડ ગુજરાતમાં પોતાનો પ્રથમ પ્રોજેક્ટ ડેસર તાલુકાના તુલસી ગામમાં રૂ. ૫૫૦ કરોડના રોકાણ સાથે શરૂ કરશે અને પચાસ લોકોને રોજગારી આપશે.

આ ઉપરાંત હમી વેવેલન પ્રાઈવેટ લિમિટેડ સુરતના માંગરોળ તાલુકાના પીપોદરામાં વિસ્કોસ સ્ટેપલ યાર્ન અને પોલિસ્ટર સ્ટેપલ યાર્નનો પ્રોજેક્ટ ૧૧૪ કરોડ રૂપિયાના રોકાણથી શરૂ કરવાની છે. આ પ્રોજેક્ટથી ૩૦૦ જેટલા લોકોને રોજગાર અવસર મળશે.

એટલું જ નહિ, મોરાઈ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ, વલસાડ જિલ્લાના ડુંગરીમાં ૧૪૯ કરોડના રોકાણથી ઈન્‍ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપના કરશે અને અંદાજે ૩૫૦૦ જેટલા રોજગાર અવસરનું નિર્માણ થશે.

આ MoU સાઈનીંગ અવસરે મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન, ઉદ્યોગ કમિશનરશ્રી સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર શ્રી કુલદીપ આર્ય તથા ઈન્‍ડેક્ષ-બીનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: હાથશાળ-હસ્તકલાના કારીગરોને વૈશ્વિક માર્કેટ મળે તે માટે બંને મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ફ્લિપકાર્ટ-એમેઝોન સાથે રાજ્ય સરકારના એમ.ઓ.યુ.
Next: ડાંગ જિલ્લાના માલેગામના ૩૩૦ ગામોના ઘરોમાં ‘નલ સે જલ’ યોજના પૂર્ણ કરી
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.