Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

અમેરીકા,કેલિફોર્નિયાના હવાઈન ગાર્ડન (સીટી) ના ગાયત્રી મંદિર માં ગાયત્રી જયંતિ નિમિત્તે ૧૦૮ કુંડી યજ્ઞ યોજાયો….

H S July 8, 2023
9 gayat1

અમેરીકાના કેલિફોર્નિયા  હવાઈન ગાર્ડન સ્થિત ગાયત્રી મંદિર તરફથી જૂન ૪,૨૦૨૩ ને રવિવારે ગાયત્રી ગાયત્રી મંદિરમાં ૧૦૮ કુંડી યજ્ઞ યોજાયો હતો… પ્રસંગની શરૂઆત  બહેનોની  કળશયાત્રા થી થઈ હતી. આ કળશયાત્રા ગાયત્રી મંદિરથી  નીકળી યજ્ઞ સ્થળ, ફર્ગ્યુસન એલીમેન્ટરી સ્કૂલ ખાતે સવારે ૧0-00 કલાકે પહોંચી હતી. ત્યાર બાદ યજ્ઞ વિધિ શરુ થઈ હતી. આ યજ્ઞ વિધિ માટે ખાસ ગાયત્રી તપોવન, હરીદ્રારથી પૂ.ઉદયસિંહજી ચૌહાણ અને પૂ.ઓમકારભાઈ પધાર્યા હતા. તેઓ બન્ને મહાનુંભાવોએ મંદિરના મહારાજ પૂ.સુનિલભાઈ ત્રિવેદી અને મહિલા કાર્યકર્તા સૌ.ચિત્રાબેન જાધવનાં સહકારથી વિધિ-વિધાન અને સુધ્ધ મંત્રોચ્ચાર સાથે ગાયત્રી હવન ની વિધિ સંપન્ન કરી હતી. આ પ્રસંગ નો લાભ લગભગ ૪૫૦ ભક્તોએ લીધો હતો. આ પ્રસંગની પૂર્ણાહૂતિ આરતી તથા મહાપ્રસાદ સાથે થઈ હતી. આ મહાપ્રસાદ માટે ગાયત્રી મંદિરના મહિલા સ્વયંમસેવક ગણ સુધાબેન,પ્રવિણાબેન અને યોગીબેન એ સૌએ મંદિરમા જ મહાપ્રસાદ બનાવવાની ઉમદા સેવા આપી હતી. આ ગાયત્રીયજ્ઞનાં સુંદર પ્રયોજન માટે મંદિરના કાર્યકર્તા ભાઈઓ સર્વશ્રી અશોકભાઈ પટેલ, મણીભાઈ પઢીયાર તથા બહેનોએ સુંદર સેવા પ્રદાન કરીને પ્રસંગને સફળ બનાવ્યો હતો.

  ગાયત્રી મંદિર પરીવાર, હવાઈન ગાર્ડન તરફથી સર્વે કાર્યકર્તાઓ તથા ઉપસ્થિત ભક્તોને ધન્યવાદ…


                                       ( તસ્વિર અને માહિતી સૌજન્ય :- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: USA Gujarti Samaj News

Post navigation

Previous: અમેરીકાના કેલિફોર્નિયા સ્થિત નોર્વોક સીટી ખાતે અનુપમ મિશન, લોસ એન્જલસ મંદિરમાં શ્રી મુકત અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂર્તિ  પ્રતિષ્ઠા સમારોહ
Next: રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ: દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.