Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાંરમકડા બેંકનો આરંભ કરાયો

H S May 20, 2023
20 toy1

ભાજપના કાર્યક્રરો દ્વારા ’ રમશે બાળકો, ખીલશે બાળકો ’ ઉમદા ભાવ સાથે એકત્ર કરાયેલાં

રમકડાનું ૨૦૩ બાળકોને કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહના હસ્તે વિતરણ કરાયું

બાળકોના પ્રેમ અને લાગણીથી આકર્ષયા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ :

બાળકોને ચોકલેટ અને ફ્રુટનું વિતરણ કર્યું


ગાંધીનગર: શનિવાર:
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર નજીકના બોરીજ ખાતેથી જરૂરિયાતમંદ બાળકોને રમકડા વિતરણ કરીને, ગાંધીનગર ખાતે રમકડા બેંક અભિયાનનો આરંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીશ્રીએ બાળકોને ચોકલેટ અને ફ્રૂટનું વિતરણ કર્યું હતું.


’ રમશે બાળકો, ખીલશે બાળકો ’નાં ઉમદા ભાવ સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઇને જરૂરિયાતમંદ બાળકો માટે રમકડાં એકઠા કરવામાં આવ્યા હતા. આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા બોરીજ પ્રાથમિક શાળા ખાતે જરૂરિયાતમંદ ૨૦૩ જેટલા બાળકોને આ રમકડાનું વિતરણ કરીને આ ઉમદા અભિયાનનો આરંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ બાળકોનો પ્રેમ અને લાગણી જોઇને તેમની તરફ આકર્ષાયા હતા. બાળકો બેઠા હતા ત્યાં તેમની વચ્ચે જઇને તેમણે બાળકોને ચોકલેટ અને ફ્રટનું વિતરણ કર્યું હતું. આ પ્રેમાળ સ્વભાવથી નાના ભુલકાઓનો ઉત્સાહ વધી ગયો હતો. બાળકો સામે ચાલીને તેમની પાસે ચોકલેટ અને ફ્રુટ લેવા માટે જતા હતા.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણા, ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, માણસાના ઘારાસભ્ય શ્રી જે.સી.પટેલ, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી રૂચિરભાઇ ભટ્ટ સહિત કોર્પોરટરશ્રીઓ અને બોરીજ ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: આદર્શ ગામ રેન્કિંગમાં સાણંદ તાલુકાનું મોડાસર ગામ દેશમાં પાંચમા અને ગુજરાતમાં પ્રથમ નંબરે…No.1 Adarsh Gam of Gujarat
Next: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓએ મુલાકાત લઈ સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના દર્શન કર્યા
Follow

Recent Posts

  • TCSમાં ધર્માંતરણનું રેકેટ? નાસિકથી દિલ્હી સુધી આતંકી કનેક્શનની તપાસ તેજ
  • પીએમ મોદીએ મેક્રોન સાથે કરી વાતચીત, હોર્મુઝ મુદ્દે ભારત અને ફ્રાંસ એકમત
  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.