Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Religious
  • સોમનાથમાં સમન્વય: સૌરાષ્ટ્ર-તમિલ સમુદાયના આરાધ્ય છે ઇષ્ટદેવ દૈત્યસુદન ભગવાન અને કુળદેવી માતા અજાપાલેશ્વરી, રસપ્રદ છે ઈતિહાસ

સોમનાથમાં સમન્વય: સૌરાષ્ટ્ર-તમિલ સમુદાયના આરાધ્ય છે ઇષ્ટદેવ દૈત્યસુદન ભગવાન અને કુળદેવી માતા અજાપાલેશ્વરી, રસપ્રદ છે ઈતિહાસ

H S April 17, 2023
17 som1

સમાન ગોત્ર, સમાન લગ્ન વિધિ સાથે સૌરાષ્ટ્ર તમિલ મિલાપનુ અદભુત સંગમ સ્થળ બન્યું છે સોમનાથ
૦૦૦૦૦૦૦
સહોદરની ભાવનાથી સૌરાષ્ટ્રીય તમિલોને આવકારતા સોમનાથના બ્રહ્મ બંધુઓ

વિશેષ અહેવાલ: દિવ્યા ત્રિવેદી

ગીર સોમનાથ તા. ૧૬: વડાપ્રધાનશ્રીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમ સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દ્વારા વર્ષો અગાઉ વિખુટા પડેલા સૌરાષ્ટ્રના ભાઈઓ- બહેનો કે જે હાલ તમિલનાડુમાં વસી રહ્યા છે તેમને ફરી પોતાના મૂળ સાથે જોડવાનો પ્રયત્ન તો થઈ જ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રીયન તમિલો અને હાલ સોમનાથમાં વસવાટ કરતા બ્રાહ્મણો વચ્ચેનું એક અદભુત સાયુજ્યનું સાક્ષી સોમનાથ ધામ બન્યું છે.

સોમનાથના દૈત્યસુદન મંદિરના પૂજારી શ્રી ભગીરથભાઈ ભટ્ટ જણાવે છે કે, સોમનાથના બ્રાહ્મણો અને સૌરાષ્ટ્ર તમિલોના કુળદેવી અને ઇષ્ટદેવ સમાન છે. સોમનાથમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર જ આવેલા પ્રાચીન ગૌરીકુંડના પરિસરમાં માતા અજાપાલેશ્વરીનું મંદિર સ્થિત છે , માતા અજાપાલેશ્વરી સોમનાથમાં વસતા બ્રાહ્મણોના કુળદેવી અને સાથે જ સૌરાષ્ટ્ર તમિલોના પણ કુળદેવી છે. સૌરાષ્ટ્રીયન તમિલો તેમને માતા રેણુકા દેવી તરીકે પણ સંબોધિત કરે છે. કુળદેવી એટલે કે કુળની મા ત્યારે સોમનાથના બ્રહ્મબંધુઓએ સોમનાથ આવેલા સૌરાષ્ટ્ર તમિલોને સહોદરની ભાવનાથી આવકાર્યા છે. સહોદર એટલે કે એક જ માતાનુ સંતાન.

સોમનાથ ગામમાં મુખ્ય માર્ગ પર આવેલ ભગવાન દૈત્યસુદનનું મંદિર જ્યાં બિરાજમાન વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ ભગવાન દૈત્યસુદન મહારાજ સોમનાથવાસી બ્રાહ્મણો અને સૌરાષ્ટ્ર તમિલોના ઇષ્ટદેવ છે. સાથે જ બંને સમુદાયમાં ભારદ્વાજ, કૌડીન્ય જેવા ગોત્ર, સમાન લગ્ન વ્યવસ્થા, સમાન પૂજા વિધિ જોવા મળે છે. અનાવૃશીકા શાસ્ત્ર પ્રમાણે જે તે વિસ્તારમાં વસતા લોકોનો વર્ણ (રંગ),ચહેરાનો પ્રકાર થોડો અલગ હોય છે, ત્યારે હાલ પણ તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રીયન તમિલોનો વર્ણ, ચહેરાનો આકાર સૌરાષ્ટ્ર અને ખાસ સોમનાથમા વસતા લોકો સાથે મળતો આવે છે, અનેક વર્ષોથી આ સૌરાષ્ટ્રીયન તમિલો પોતાના ઈષ્ટદેવ અને માતા કુળદેવી પાસે સમયાંતરે સોમનાથ અલગ- અલગ સમયે પૂજન અર્થે આવતા જોવા મળ્યા છે. પરંતુ આ અદભુત કાર્યક્રમ સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી બંને સમાજ એકબીજા સાથે ફરી જોડાશે તેમ પૂજારી શ્રી ભગીરથભાઈ ભટ્ટે ઉમેર્યું હતું.

સોમનાથના બ્રાહ્મણોએ સોમનાથ આવેલ સૌરાષ્ટ્ર તમિલોને બ્રહ્મસમાજની વાડી ખાતે ખાસ રહેવાની વ્યવસ્થા પણ કરી આપી હતી ત્યારે સહોદરની ભાવના સાથે પોતાના લોકોને બ્રહ્મબંધુઓએ આવકારી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. એક કુળદેવી એટલે કે એક માતા અને એક ઇષ્ટદેવ એટલે કે એક જ પિતાના સંતાન જાણે ફરી મળ્યા હોય તેવી સહોદરની ભાવના અહીં જોવા મળી છે. બંને સમાજ દ્વારા એકબીજાને મળી વર્ષો જૂના સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ સમયે જાણે સોમનાથ પ્રભાસ ક્ષેત્રથી દૂર ગયેલા પોતાનાઓને ફરી પોતાના મૂળ સાથે જોડાવાના અવસરનું અદભુત મિલાપનુ સંગમ સ્થળ બની રહ્યું છે. આ અદભુત સંગમ દ્વારા એક પરિવારના લોકો જાણે વર્ષો બાદ ફરી એક થયા છે તેવું વાતાવરણ સર્જાયુ હતું.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: 22 અને 23 એપ્રિલે ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધા યોજાશે
Next: સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રીશ્રીનું કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત

Related News

Gujarat Board Exam

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026નો પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Chief Editor February 26, 2026
Surat Police Filmy style Crime Detection 

Video: સુરત પોલીસ બન્યા ‘ચાવાળા’ અને ગ્રાહક: 21 વર્ષ પહેલા હુમલો કરી ભાગેલા બે ભાઈઓ પ્રયાગરાજથી ઝડપાયા

Chief Editor February 25, 2026
Surat Vesu Mass Suicide

સુરતના વેસુમાં એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત

Chief Editor February 25, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

blackmail-prevention

પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર

Chief Editor February 28, 2026
Yuzvendra Chahal Shefali Bagga

યુઝવેન્દ્ર ચહલ સાથે નામ જોડાયા બાદ શેફાલી બગ્ગાએ તોડી ચુપકીદી, શું ક્રિકેટર સાથે કરશે લગ્ન?

Chief Editor February 28, 2026
Iran Attack russia usa israel

‘ટ્રમ્પે બતાવી દીધો અસલી રંગ…’, શું ઈઝરાયલ-US ના હુમલાથી ઈરાનને બચાવશે રશિયા?

Chief Editor February 28, 2026
US Israel attack Iran

અમેરિકા-ઈઝરાયલનો તહેરાન પર હવાઈ હુમલો, ઈરાને પણ બહેરીન-યુએઈમાં US બેઝ પર મિસાઈલો ઝીંકી

Chief Editor February 28, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.