Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

અમદાવાદ ખાતે રાજ્યનું સૌપ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર (DHEW)નું ઉદ્ઘાટન

H S April 1, 2023
1-4 mah1

આપણા દેશમાં મહિલાઓના સશક્તિકરણ અર્થે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર
સતત કાર્યશીલ છે ત્યારે હવે સરકારની મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ તેમજ
મહિલા સશક્તિકરણની પહેલનો લાભ રાજ્યના દરેક જિલ્લાને સ્પર્શે તે હેતુથી રાજ્યનું સૌપ્રથમ
જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર અમદાવાદ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે.
મહિલાઓના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્યાન્વિત થનાર આ કેન્દ્રનું ઉદ્ઘાટન
જિલ્લાના વિધવા લાભાર્થી બહેનો તેમજ વ્હાલી દીકરી યોજનાના લાભાર્થી બહેનોના હસ્તે
કરવામાં આવ્યું.


શ્રી કે.કે. નિરાલા, આઈએએસ, (સચિવ શ્રી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય,
ગુજરાત)ના માર્ગદર્શનમાં તૈયાર થયેલ આ કેન્દ્ર દ્વારા મહિલા સશક્તિકરણને સ્પર્શતી તમામ

સરકારી યોજનાઓ અને લાભોનું નિયમન કરવામાં આવશે. DHEW દ્વારા કેન્દ્ર સરકાર તેમજ
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે મળતી ‘બેટી બચાઓ-બેટી પઢાઓ યોજના’, ‘સખી વન
સ્ટોપ સેન્ટર’, ‘સ્વધાર યોજના’, ‘ઉજ્જવલા યોજના’ અને ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન’
સહિતની યોજનાઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયમન કરવામાં આવશે.


આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ કચેરી અમદાવાદના નોડલ ઓફિસર શ્રી શૈલેશ
અંબારીયાએ જણાવ્યું છે કે, “જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાએ મહિલાઓને
સાયબર ક્રાઈમથી સુરક્ષિત રહેવાની તાલીમ, ગર્ભપાત અટકાવવા માટેની ઝુંબેશ તેમજ સ્વ-
રોજગાર ક્ષેત્રે પ્રશિક્ષિત પણ કરવામાં આવશે.”


રાજ્યમાં છેવાડાના વિસ્તાર સુધી દરેક મહિલા સશક્ત, શિક્ષિત અને આત્મનિર્ભર બને
એવા હેતુથી ભવિષ્યમાં દરેક જિલ્લામાં જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્રની (DHEW) સ્થાપના
કરવામાં આવશે.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમદાવાદ ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા સંદર્ભે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ
Next: રાજકોટ થી મહેબૂબનગર (તેલંગાણા) વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.