Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

અમદાવાદના ખોખરા સ્થિત રમત-ગમત સંકુલ ખાતે ઝોન કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ

H S February 28, 2023
28 yog3

મહાનુભાવોના હસ્તે પ્રથમ વિજેતાને 21,000 દ્વિતીય વિજેતાને 15,000 અને તૃતીય વિજેતાને 11,000 રોકડ પુરસ્કાર સાથે મેડલ અને સર્ટિફિકેટ એનાયત

યોગ લોકોની જીવનશૈલીનો હિસ્સો બને તે માટે ગુજરાત યોગ બોર્ડ દ્વારા નવતર પ્રયોગો કરવામાં આવે છે.
જેના ભાગરૂપે આ વર્ષે સૌ પ્રથમ વખત ઝોન પ્રમાણે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.26 ફેબ્રુઆરી,
2023ના રવિવારે અમદાવાદ શહેરના ખોખરા રમત-ગમત સંકુલ ખાતે ઝોનકક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં
આવ્યું હતું. આ સ્પર્ધામાં એક જિલ્લામાંથી 3 મહિલા અને 3 પુરૂષો એમ કુલ 6 પસંદગી પામેલા સ્પર્ધકોને આમંત્રિત
કરવામાં આવ્યા હતા. અમદાવાદ, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાના કુલ 30 યોગ સાધકો વચ્ચે ઝોન
કક્ષાની સ્પર્ધા યોજવામાં આવી હતી.


યોગ સ્પર્ધામાં 9થી લઈ 90 વર્ષની વયના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકો પૈકી 3 મહિલાઓ અને
3 પુરૂષોની પસંદગી રાજ્યક્ષાની સ્પર્ધા માટે કરવામાં આવી છે. જેમાં

  1. મહિમ એમ. પટેલ- અમદાવાદ
  2. ચાર્વિક ડી. પ્રજાપતિ- મહેસાણા
  3. લાલસંગ જે. ઠાકોર- પાટણ
  4. યાના વી. પટેલ-બનાસકાંઠા
  5. ભારતી એમ. જોષી- પાટણ
  6. ઉર્મિલા કે. ઠાકોર- પાટણ
    આ 6 સ્પર્ધકોને તેમના પર્ફોમન્સ સહિતના વિવિધ માપદંડોના આધારે પસંદ કરવામાં આવ્યા હતા. જેમને
    ઉપસ્થિત મહાનુભાવોએ સર્ટિફિકેટ, મેડલ અને પુરસ્કારનો ચેક આપીને સન્માનિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે અમદાવાદ શહેરના મેયર શ્રી કીરિટભાઈ પરમાર,
મણિનગરના ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ, ગુજરાત સ્પોર્ટ્સ યોગ એસો.ના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી કશ્યપભાઈ
જાની, રાજ્ય યોગ બોર્ડના OSD શ્રી વિશાન વેદી, જિલ્લા રમત-ગમત અધિકારી શ્રી શૈલેષ રાઠોડ તેમજ યોગપ્રેમી
નાગરિકો મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા.


About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમદાવાદના સ્પીપા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે માર્ગદર્શક સેમીનારનું આયોજન
Next: ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનને દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી “ગરવી ગુજરાત” પ્રવાસ માટે ફ્લેગ રૉફ કરવામાં આવી
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.