Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરિકાના કન્ટકીમાં નશીલા પદાર્થનું ટ્રાફિકિંગ કરવાના આરોપમાં ત્રણ ગુજરાતીઓની ધરપકડ

Chief Editor September 27, 2026
Law enforcement vehicle parked outside Shell gas station in Clinton County Kentucky during police search warrant execution

Gujaratis Arrested Kentucky | અમેરિકાના કન્ટકી રાજ્યના ક્લિન્ટન કાઉન્ટી સ્થિત અલ્બાની શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક પોલીસ અને મલ્ટિપલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ 1014ટેનેસી રોડ પર આવેલા શેલ (Shell) ગેસ સ્ટેશન પર સર્ચ વોરન્ટના આધારે દરોડા પાડીને ત્રણ ગુજરાતી પુરુષોની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન ગેસ સ્ટેશનમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ નશીલા પદાર્થો અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

ગેસ સ્ટેશન પર સર્ચ વોરન્ટ અને ધરપકડ

ક્લિન્ટન કાઉન્ટીના શેરિફ રિકી માર્કમના જણાવ્યા અનુસાર, ૨૫ સપ્ટેમ્બરના રોજ અલ્બાની પોલીસ ડિપાર્ટમેન્ટ, કેન્ટુકી સ્ટેટ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓના સંયુક્ત ઉપક્રમે આ સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

દરોડા દરમિયાન ધરપકડ કરાયેલા ત્રણેય વ્યક્તિઓની ઓળખ ગુજરાતી મૂળના સચિનકુમાર પટેલ (ઉંમર 28 વર્ષ), નરેન્દ્રકુમાર પટેલ (ઉંમર 55 વર્ષ) અને કનુભાઈ પટેલ (ઉંમર 48 વર્ષ) તરીકે થઈ છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

અધિકારીઓએ જણાવ્યું કે આ ત્રણેય શખસો સામે આઠ ઔંસથી ઓછી માત્રામાં મારિઉઆનાનું ગેરકાયદેસર વેચાણ કે ટ્રાફિકિંગ કરવા તથા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (સંગઠિત અપરાધ કે ક્રિમિનલ સિન્ડિકેટ)માં સામેલ થવાના ચાર્જ લગાવવામાં આવ્યા છે.

પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ત્રણેય વ્યક્તિઓ આ સ્ટોરમાં કર્મચારી તરીકે કામ કરતા હતા કે પછી કોઈ અન્ય રીતે આ સમગ્ર ગેરકાયદે સંગઠિત ક્રાઈમ નેટવર્ક સાથે જોડાયેલા હતા.

ICE ની સંડોવણી અને ઈમિગ્રેશન સ્ટેટસ અંગે શંકા

આ રેડમાં એક અત્યંત મહત્વપૂર્ણ બાબત એ સામે આવી છે કે સ્થાનિક પોલીસ અને સ્ટેટ પોલીસ ઉપરાંત યુ.એસ. ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ના એજન્ટો પણ આ તપાસ અને ઓપરેશનમાં જોડાયા હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ ICE ની હાજરીને કારણે પકડાયેલા આરોપીઓ અનડૉક્યુમેન્ટેડ અથવા ઈલીગલ ઈમિગ્રન્ટ હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

કાનૂની જોગવાઈઓ અને સજાની શક્યતા

જેલ રેકોર્ડ અનુસાર, પકડાયેલા ત્રણેય આરોપીઓ સામે મારિઉઆના ટ્રાફિકિંગનો આ પ્રથમ ગુનો (First Offense) નોંધાયો છે.

મારિઉઆના ટ્રાફિકિંગ (First Offense): આ ગુનો ક્લાસ એ મિસડિમિનર (Class A Misdemeanor) કેટેગરીમાં આવે છે. જો કોર્ટમાં આ ચાર્જ સાબિત થાય, તો આરોપીઓને વધુમાં વધુ ૧ વર્ષ સુધીની જેલની સજા અને $૫૦૦ (અંદાજે રૂ. ૪૧,૫૦૦) સુધીનો દંડ થઈ શકે છે.

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (Engaging in Organized Crime): આ ગુનો અત્યંત ગંભીર ક્લાસ બી ફેલોની (Class B Felony) કેટેગરીમાં ગણવામાં આવે છે. જો કોર્ટમાં આ ચાર્જ સાબિત થાય, તો આરોપીઓને ૧૦ થી ૨૦ વર્ષ સુધીની સખત જેલની સજા અને $૧૦,૦૦૦ (અંદાજે રૂ. ૮,૩૦,૦૦૦) સુધીનો ભારે દંડ થઈ શકે છે.

અમેરિકાના કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો આરોપીઓ અદાલતમાં પ્લી બાર્ગેનિંગ હેઠળ ગુનો કબૂલી લે તો તેમની સજામાં ઘટાડો થઈ શકે છે અથવા ગંભીર ચાર્જ હટાવી શકાય છે.

પરંતુ જો આરોપીઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા હશે, તો જેલની સજા પૂર્ણ થયા બાદ અથવા ડિપોર્ટેશનની શરતે તેમને તાત્કાલિક ભારત ડિપોર્ટ (દેશનિકાલ) કરી દેવામાં આવશે.

અમેરિકામાં સ્ટોર અને ગેસ સ્ટેશન બિઝનેસ પર તવાઈ

ઉલ્લેખનીય છે કે અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં મારિઉઆના લીગલ હોવા છતાં, તેના વેચાણ, નિયમન અને થાણાકીય મર્યાદા (THC Level) અંગેના નિયમો ખૂબ જ કડક છે.

તાજેતરમાં રિપબ્લિકન શાસિત રાજ્યોમાં ગેસ સ્ટેશનો અને કન્વિનિયન્સ સ્ટોર્સમાં થતા ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેચાણ તેમજ ઈલીગલ ગેમ્બલિંગ મશીનો સામે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

હજુ થોડા સમય પહેલા જ પેન્સિલવેનિયા રાજ્યમાં એક મોટા વેરહાઉસમાંથી અનધિકૃત નશીલી પ્રોડક્ટ્સનું વિતરણ કરવાના લાખો ડોલરના કૌભાંડમાં ૧૦ થી વધુ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી હતી.

કન્ટકીની આ ઘટના બાદ પણ પોલીસ અને તપાસ એજન્સીઓનું કહેવું છે કે આ કેસમાં તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ લોકોની ધરપકડ તેમજ ખુલાસા થઈ શકે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Indian Community In USA Kentucky (કેન્ટુકી) USA (અમેરિકા)

Post navigation

Previous: 27 સપ્ટેમ્બરે દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનનો પ્રારંભ
Next: અમેરિકામાં ભક્તિ ભાવપૂર્વક ગણેશ વિસર્જન
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • કેનેડામાં વસતા ભારતીયો માટે બ્રેમ્પ્ટન ખાતે મુક્તિ ફાઉન્ડેશન દ્વારા ‘મીટ એન્ડ ગ્રીટ’ કાર્યક્રમ યોજાયો
  • 280 વાર ચૂંટણી લડનાર ધરતીપકડનું નિધન
  • Shraddh Dates
  • હિન્દીએ રાષ્ટ્રીય સ્તરે સંવાદ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે
  • ડલાસ ખાતે ગણેશ ચતુર્થી મહોત્સવની ષડ્‌દિનાત્મક ભવ્ય ઉજવણી
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.