Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ઈશાન વનડેમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય ક્રિકેટર

H S December 11, 2022
11 eshan

 બાંગ્લાદેશ સામેની ચિત્તાગોંગ વનડેમાં ઈજાગ્રસ્ત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને તક મળી છે. તેણે તેનો જબરદસ્ત ફાયદો ઉઠાવ્યો અને વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હતી. ઈશાન વનડેમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય ક્રિકેટર બની ગયો છે.

ઈશાને મેચમાં 131 બોલમાં 210 રન બનાવ્યા હતા. જેમાં 24 ચોગ્ગા, 10 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે પોતાની બેવડી સદી 126 બોલમાં પૂરી કરી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 160ની આસપાસ હતો. ઈશાન સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ મામલામાં તેણે 2015માં ઝિમ્બાબ્વે સામે 134 બોલમાં બેવડી સદી ફટકારનાર યુનિવર્સ બોસ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો.

ઈશાન વન-ડે  ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા પણ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. રોહિતે તેની કારકિર્દીમાં ત્રણ વખત બેવડી સદી ફટકારી છે. સૌથી વધુ 264 રનનો સ્કોર પણ રોહિતના નામે છે.

ઉલ્લેખનીય છે કે આ મેચમાં ઈશાન સિવાય વિરાટ કોહલીએ 91 બોલમાં 113 રન બનાવ્યા હતા. બંનેએ બીજી વિકેટ માટે 290 રનની શાનદાર ભાગીદારી કરીને ઈતિહાસ રચ્યો હતો. વન-ડે ક્રિકેટમાં બીજી વિકેટ માટે આ ચોથી સૌથી મોટી ભાગીદારી છે. જેના કારણે ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે 409 રન બનાવ્યા હતા.

જવાબમાં બાંગ્લાદેશની ટીમ 182 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ 227 રનથી મેચ જીતી લીધી હતી. જોકે, બાંગ્લાદેશે ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. યજમાન ટીમે શ્રેણીની પ્રથમ બે મેચ જીતી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વડાપ્રધાન મોદીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે ગુજરાતના સીએમ પદના શપથ લેશે
Next: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ બની રહેશે પવિત્ર પ્રેરણાનો આંતરરાષ્ટ્રીય મહોત્સવ…
Follow

Recent Posts

  • અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત
  • લંડન ડ્રીમ્સ: હરિયાણાના રોહતકનો માતૃ-પુત્રનો યુકેમાં એકસાથે બન્યા મેયર
  • ગ્રીન કાર્ડના નવા નિયમથી યુએસમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઓછા થઈ જશે
  • 3 વખત US વિઝા રિજેક્ટ થયા હતા, આજે સંજય મેહરોત્રા ચલાવી રહ્યા છે $1 ટ્રિલિયનની માઇક્રોન કંપની
  • ‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.