Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી: ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Chief Editor September 14, 2026
Gujarat Rain

Gujarat Rain Forecast | હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને કોંકણ કાંઠે સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે રાજ્યમાં 14 અને 15 સપ્ટેમ્બર 2026ના રોજ વરસાદનું જોર વધશે.

Join Our WhatsApp Group

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ઓરેન્જ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ , સુરત, નવસારી અને વલસાડમાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે.

અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને કચ્છ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરીને મધ્યમથી ભારે વરસાદની સંભાવના દર્શાવાઈ છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 55 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફુંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.

દરિયામાં 1.0થી 2.8 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી સાથે તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાતોના મતે 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ધીમે-ધીમે ઘટાડો નોંધાશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Arabian Sea (અરબી સમુદ્ર) IMD (હવામાન વિભાગ) Rain Forecast (વરસાદની આગાહી)

Post navigation

Previous: ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: બોરસદમાં સૌથી વધુ 4.5 Inch વરસાદ, અમદાવાદમાં મીઠાખળી અંડરપાસ બંધ, ઠેર-ઠેર જળબંબાકાર
Next: અમેરિકામાં મહિલાએ ગોરી પુત્રી સાથે ફરી રહેલા બ્રાઉન પિતા પર હ્યુમન ટ્રેફિકિંગનો આક્ષેપ કર્યો
Follow

Recent Posts

  • આધાર કાર્ડની શરૂઆત બાદ 16 વર્ષે UIDAI ગ્લોબલ એક્સેસની તૈયારીમાં, NRI અને OCIને થશે ફાયદો
  • અમેરિકામાં રૂ. 8 અબજથી વધુના મેડિકેર ફ્રોડ મામલે મૂળ ભારતીય ખદીર ખાન મોહમ્મદ વોન્ટેડ, હૈદરાબાદમાં હોવાની આશંકા
  • જ્યોર્જિયાની ગ્વિનેટ કાઉન્ટીની સિનિયર ખેલાડી અનન્યા અનીશ USA Women’s U19 વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ થઈ
  • અમેરિકામાં મહિલાએ ગોરી પુત્રી સાથે ફરી રહેલા બ્રાઉન પિતા પર હ્યુમન ટ્રેફિકિંગનો આક્ષેપ કર્યો
  • ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી: ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.