Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વંશીય પ્રોફાઇલિંગના વિવાદ વચ્ચે યુએસ એરપોર્ટ પર ભારતીય મૂળના અમેરિકન નાગરિકની અટકાયત

Chief Editor September 9, 2026
Neal Bakshi speaking about his detention at US airport after Greenland trip

Neal Bakshi speaking about his detention at US airport after Greenland trip

વોલ સ્ટ્રીટ (Wall Street) ના ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર (Investment Banker) અને ભારતીય મૂળના અમેરિકન લેખક નીલ બક્ષી (Neal Bakshi) એ યુએસ બોર્ડર ઓફિસર્સ (US Border Officers) પર ગંભીર આક્ષેપો કર્યા છે.

ગ્રીનલેન્ડ (Greenland) થી રજાઓ ગાળીને અમેરિકા પાછા ફરી રહેલા નીલ બક્ષીની બોર્ડર સુરક્ષા અધિકારીઓ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Group

આ ઘટના બાદ તેમણે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવતા સવાલ ઉઠાવ્યો છે કે, શું પોતાના જ દેશમાં પ્રવેશતી વખતે તમામ અમેરિકનો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે?

નીલ બક્ષીનો જન્મ અને ઉછેર યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો છે અને તેઓ યુએસ નાગરિક (US Citizen) છે. તેમના પિતા ભારતીય ઇમિગ્રન્ટ (Indian Immigrant) છે.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં તેમણે જણાવ્યું હતું કે, ગ્રીનલેન્ડથી પરત ફરતી વખતે ગ્લોબલ એન્ટ્રીનો ઉપયોગ કરવા છતાં, અધિકારીઓએ તેમને “રેન્ડમલી સિલેક્ટ” કરવામાં આવ્યા છે તેમ કહીને અટકાવ્યા હતા.

તેમણે ઉમેર્યું કે, “હું અમેરિકી નાગરિક છું અને રજાઓ ગાળીને પોતાના જ દેશમાં પાછા ફરતી વખતે મારી અટકાયત કરવામાં આવી હતી.”

બક્ષીએ સ્પષ્ટ કર્યું કે કિશોરાવસ્થાથી જ તેમની આ રીતે પસંદગી થતી આવી છે, પરંતુ આ વખતનો અનુભવ ખૂબ જ અલગ અને ડરામણો હતો.

શરૂઆતમાં અધિકારીઓએ તેમને અટકાયતનું કોઈ યોગ્ય કારણ આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેમને એક મોટી, બારી વગરની રાહ જોવાની રૂમમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે જોયું કે માત્ર અશ્વેત અને અન્ય લઘુમતી વર્ગના લોકો જ બેઠા હતા.

બક્ષીના જણાવ્યા અનુસાર, તે ખંડમાં સલ્ફર જેવી પીળી લાઈટ હતી, બેંચ પરના ગાદલા ફાટેલા હતા અને બાથરૂમના દરવાજાને લોક પણ નહોતું.

પાછળથી તેમને એક નાના રૂમમાં લઈ જવામાં આવ્યા, જ્યાં અધિકારીઓએ તેમની અંગત માહિતી માંગી અને ચોક્કસ જૂથો સાથેના સંબંધો વિશે પૂછપરછ કરી.

બક્ષીને એવું કહેવામાં આવ્યું હતું કે આ પૂછપરછ “સમાચારોમાં ચાલી રહેલા યુદ્ધ અને તેમની પોતાની સુરક્ષા માટે” કરવામાં આવી રહી છે.

મુક્ત થતી વખતે બક્ષીએ અન્ય એક દુઃખદ ઘટના જોઈ. એક અધિકારીએ એક વૃદ્ધ હિસ્પેનિક મહિલા (Hispanic Woman) ને, જે અંગ્રેજી બોલી શકતી ન હતી, એવું કહ્યું કે, “બેસી જાઓ અને વિચારો કે હવે તમે મને કયું જૂઠ કહેવા માંગો છો.”

આ અનુભવથી વ્યથિત થઈને નીલ બક્ષીએ મૂળભૂત પ્રશ્ન ઉઠાવ્યો છે, “શું બધા અમેરિકનો સાથે ન્યાયી વ્યવહાર થાય છે? અથવા શું આ પોતાની જ સ્વતંત્રતા માટે ચૂકવવી પડતી કિંમત છે?”

અગાઉ ગોલ્ડમેન સૅક્સ (Goldman Sachs)માં વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા બક્ષી હાલમાં લેખક, આંત્રપ્રેન્યોર અને સ્પીરીચ્યુઅલ કોચ છે.

તેમણે “Banking on Angels” નામનું પુસ્તક લખ્યું છે. યુએસ બોર્ડર પર વધતા કડક ચેકિંગ અને કથિત વંશીય પ્રોફાઇલિંગ (Racial Profiling) ની ચર્ચાઓ વચ્ચે આ ઘટનાએ મોટો વિવાદ ઊભો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Neal Bakshi (@neal.bakshi)

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: USA (અમેરિકા)

Post navigation

Previous: વડોદરામાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત
Next: રશિયામાં અટકાયત કરાયેલ ભારતીય એન્જિનિયર ચંદન ગુપ્તા મુક્ત: ઘરે સુરક્ષિત પરત ફર્યો
Follow

Recent Posts

  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
  • રશિયામાં અટકાયત કરાયેલ ભારતીય એન્જિનિયર ચંદન ગુપ્તા મુક્ત: ઘરે સુરક્ષિત પરત ફર્યો
  • વંશીય પ્રોફાઇલિંગના વિવાદ વચ્ચે યુએસ એરપોર્ટ પર ભારતીય મૂળના અમેરિકન નાગરિકની અટકાયત
  • વડોદરામાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત
  • વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી રેલવે લાઈનનો શિલાન્યાસ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.