Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર ચંદન ગુપ્તા (Chandan Gupta) સુરક્ષિત રીતે મુક્ત થઈને પોતાના ઘરે પહોંચી ગયા છે. તેમની પત્ની સ્નેહા ગુપ્તા એ આ સમાચારની પુષ્ટિ કરી છે.
અગાઉ સ્નેહા ગુપ્તાએ એક એસઓએસ (SOS) વિડિયો જાહેર કરીને આક્ષેપ કર્યો હતો કે તેમના પતિને રશિયન મિલિટરી (Russian Military) માં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આ કેસ ચર્ચામાં આવ્યો હતો.
હવે એક નવા વિડિયોમાં સ્નેહા ગુપ્તાએ સ્પષ્ટતા કરી છે કે તેમના પતિની કંપની યુફ્લેક્સ લિમિટેડ (UFlex Limited) એ રશિયામાં કાનૂની સહાયતા (Legal Assistance) પૂરી પાડી હતી, જેના કારણે તેમની સલામત મુક્તિ શક્ય બની છે.
તેમણે નોઈડા સ્થિત આ કંપનીનો આભાર માન્યો અને જણાવ્યું કે મુશ્કેલીના સમયમાં કંપનીનો સ્ટાફ સતત તેમના સંપર્કમાં રહ્યો હતો.
આ ઉપરાંત, તેમણે ભાજપ સાંસદ સીમા દ્વિવેદી અને સર્વ વૈશ્ય સમાજના સભ્યોનો પણ ભારત સરકાર (Government of India) સુધી અપીલ પહોંચાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
મૂળ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુરના વતની ચંદન ગુપ્તા મોસ્કોમાં પત્ની અને 10 વર્ષના પુત્ર સાથે વર્ક વિઝા પર રહે છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, 5 સપ્ટેમ્બરે રાત્રે 11:40 વાગ્યે મોસ્કોના રેડ સ્ક્વેર વિસ્તારમાંથી તેમની “દારૂ પીવાના અને એમ્બ્યુલન્સના કાચ તોડવાના” આરોપસર અટકાયત કરવામાં આવી હતી.
સ્નેહાએ વિડિયોમાં ખુલાસો કર્યો કે શરૂઆતમાં તેમને પતિની અટકાયતના પૂરા સંજોગોની જાણ નહોતી. શનિવારે રાત્રે અટકાયત બાદ રશિયન પોલીસે તેમનો ફોન અને પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો.
રવિવારે સવારે ચંદનના મિત્રએ સ્નેહાને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ કંપનીના વહીવટી વિભાગે તાત્કાલિક વકીલ રોકીને ચંદન ગુપ્તાની મુક્તિ સુનિશ્ચિત કરી હતી.
View this post on Instagram
