Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી રેલવે લાઈનનો શિલાન્યાસ

Chief Editor September 8, 2026
8-9 rail1

• વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી રેલવે લાઈનનો શિલાન્યાસ
• મિયાગામ કરજણ-ચોરંડા-માલસર ગેજ રૂપાંતરણનો શિલાન્યાસ
• વિશ્વામિત્રી-ડભોઈ ડબલિંગનો શિલાન્યાસ
• જોબટ-ટાંડા રોડ નવી રેલવે લાઈનનું ઉદઘાટન
• ડેડિકેટેડ ફ્રેઈટ કૉરિડોરનું રાષ્ટ્રને સમર્પણ

 

Join Our WhatsApp Group

અમદાવાદ: માનનીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી એ ગુજરાત આગમન દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા ગુજરાતમાં ચાલી રહેલી અને આગામી રેલવે પરિયોજનાઓની પ્રગતિ અંગે માહિતી આપી.

માનનીય રેલવે મંત્રીએ જણાવ્યું કે 8 સપ્ટેમ્બર 2026ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી ગુજરાતમાં રૂ. 35,000 કરોડથી વધુની વિવિધ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરશે.

 ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર દેશના પરિવહનની કરોડરજ્જુ

શ્રી વૈષ્ણવજી એ જણાવ્યું કે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર દેશના પરિવહન ક્ષેત્રની એક મોટી કરોડરજ્જુ તરીકે કામ કરશે. તેમણે માહિતી આપી કે આ મહત્વાકાંક્ષી પરિયોજના હવે પૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી 8 સપ્ટેમ્બરના રોજ તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.

તેમણે કહ્યું કે આ પરિયોજનામાં ઘણા વર્ષો લાગ્યા. વર્ષ 2014 પહેલા તેની પ્રગતિ નહિવત હતી. વર્ષ 2014માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં સરકાર બન્યા બાદ પરિયોજનાને ગતિ આપવામાં આવી તથા વિવિધ પડકારો અને સમસ્યાઓનો ઉકેલ લાવતા તબક્કાવાર રીતે છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં ઘણા સેક્શન શરૂ કરવામાં આવ્યા.

હવે જેએનપીટી થી દાદરી સુધી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર તથા લુધિયાણાથી પ્રયાગરાજથી આગળ સોનનગર સુધી ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ખાસ કરીને હાલમાં જ પૂર્ણ થયેલા ત્રણ સેક્શનોને પણ વડાપ્રધાન જી રાષ્ટ્રને સમર્પિત કરશે.

 રતલામ-વડોદરા ફોર લાઈનિંગ પરિયોજનાનો શિલાન્યાસ

રેલવે મંત્રીએ જણાવ્યું કે રતલામ-વડોદરા રેલવે માર્ગના ફોર લાઇનિંગ કામનો ફાઉન્ડેશન સ્ટોન પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી દ્વારા મુકવામાં આવશે.

તેમણે કહ્યું કે જે રીતે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી જી ના નેતૃત્વમાં દેશમાં હાઇવેના સ્વર્ણિમ ચતુર્ભુજ મારફતે ફોર-લાઇનિંગનું વ્યાપક કામ શરૂ કરવામાં આવ્યું હતું, તેવી જ રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી ના નેતૃત્વમાં રેલવેના સાત મુખ્ય કોરિડોરની ક્ષમતા વધારવા માટે ફોર લાઇનિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. રતલામ-વડોદરા ફોર લાઇનિંગ પરિયોજના આ વ્યાપક પહેલનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.

 મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનામાં ઝડપી પ્રગતિ

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે પરિયોજના અંગે શ્રી વૈષ્ણવ જી એ કહ્યું કે બુલેટ ટ્રેન પરિયોજનાની પ્રગતિ ખૂબ જ સારી છે. તેમણે જણાવ્યું કે આવનારા વર્ષ માટે સુરત-બિલિમોરા સેક્શનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને કામ અપેક્ષા કરતાં વધુ ઝડપે આગળ વધી રહ્યું છે.

તેમણે માહિતી આપી કે વાપીથી સુરત સુધી સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ સાથે જ બુલેટ ટ્રેનના કોચનું નિર્માણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. તાજેતરની સમીક્ષાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે ટ્રાયલ માટે તૈયાર કરવામાં આવનારો પહેલો કોચ બનીને તૈયાર થઈ ગયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી વર્ષે દેશવાસીઓ આ આધુનિક હાઈ સ્પીડ રેલવે સેવાની યાત્રાનો આનંદ માણી શકશે.

 ગુજરાતને મળનારી મુખ્ય રેલવે પરિયોજનાઓ અને સેવાઓ

8 સપ્ટેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં નીચે જણાવેલી મુખ્ય રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવશે —

• વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી રેલવે લાઈનનો શિલાન્યાસ
• મિયાગામ કરજણ-ચોરંડા-માલસર ગેજ રૂપાંતરણનો શિલાન્યાસ
• વિશ્વામિત્રી-ડભોઈ ડબલિંગનો શિલાન્યાસ
• જોબટ-ટાંડા રોડ નવી રેલવે લાઈનનું ઉદઘાટન
• ડેડિકેટેડ ફ્રેઈટ કૉરિડોરનું રાષ્ટ્રને સમર્પણ

આની સાથે જ ટાંડા રોડ-વડોદરા (પ્રતાપનગર) નવી ટ્રેન સેવા તથા વેસ્ટર્ન ડેડિકેટેટ ફ્રેઈટ કૉરિડોર પર 4 નવી ફ્રેઈટ ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવવામાં આવશે.

આ પરિયોજનાઓથી ગુજરાતના રેલવે નેટવર્કની ક્ષમતા, કનેક્ટિવિટી તથા માલસામાન અને યાત્રીઓના પરિવહનની ઝડપમાં નોંધપાત્ર વધારો થશે. આ પરિયોજનાઓ ગુજરાતના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને આધુનિકીકરણની સાથે વિકસિત ભારતના સંકલ્પને નવી ગતિ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: વડોદરામાં ₹35,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું શિલાન્યાસ
Next: વડોદરામાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત
Follow

Recent Posts

  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
  • રશિયામાં અટકાયત કરાયેલ ભારતીય એન્જિનિયર ચંદન ગુપ્તા મુક્ત: ઘરે સુરક્ષિત પરત ફર્યો
  • વંશીય પ્રોફાઇલિંગના વિવાદ વચ્ચે યુએસ એરપોર્ટ પર ભારતીય મૂળના અમેરિકન નાગરિકની અટકાયત
  • વડોદરામાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત
  • વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી રેલવે લાઈનનો શિલાન્યાસ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.