Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Video: કેનેડાની વિઝા સિસ્ટમ બની USA માં ગેરકાયદે પ્રવેશ માટેનો મુખ્ય માર્ગ

Chief Editor July 31, 2026
Canada US Smuggling

Canada US Smuggling | કેનેડાની ઇમિગ્રેશન સિસ્ટમ (Immigration System) મારફતે યુનાઇટેડ સ્ટેટ્સ (USA) માં થતી ગેરકાયદે ઘૂસણખોરી અંગેની એક નવો દસ્તાવેજી વિડીયો (Documentary) હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. કન્ઝર્વેટિવ એડવોકેસી ગ્રુપ ટર્નિંગ પોઇન્ટ યુએસએ (TPUSA) ના ઇન્વેસ્ટિગેટિવ પ્લેટફોર્મ ફ્રન્ટલાઇન્સ દ્વારા 30 જુલાઈના રોજ “ફ્રોમ ઇન્ડિયા ટુ અમેરિકા: ધ કેનેડિયન સ્મગલિંગ રૂટ” નામની ડોક્યુમેન્ટરી રિલીઝ કરવામાં આવી છે.

આ ઇન્વેસ્ટિગેશનમાં જર્નાલિસ્ટ્સ ટેલર હેન્સન અને કિયાન સિમોને યુએસ-કેનેડા બોર્ડર (U.S.-Canada Border) નજીકના વિસ્તારોની મુલાકાત લીધી હતી. TPUSA એ X (ટ્વિટર) પર દાવો કર્યો છે કે કેનેડાની ઇમિગ્રેશન સિસ્ટમમાંથી લગભગ 50,000 ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students) ગાયબ થઈ ગયા છે. આ સંગઠનનો આક્ષેપ છે કે લીગલ લૂપહોલ્સ, વિઝા ઓવરસ્ટે અને હ્યુમન સ્મગલિંગ (Human Smuggling) નેટવર્કને કારણે કેનેડા હવે USA માં પ્રવેશવા માટેનું માધ્યમ બની ગયું છે.

રિપોર્ટર્સ દ્વારા સોશિયલ મીડિયા પર સક્રિય એક માનવ તસ્કર (Smuggler) સાથે વાતચીત કરવામાં આવી હતી અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ના રિસ્પોન્સ ટાઇમની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત બ્રેમ્પટન, ઓન્ટારિયો જેવા સાઉથ એશિયન વસ્તી ધરાવતા વિસ્તારોમાં આવેલા ડેમોગ્રાફિક ફેરફારોનું પણ નિરીક્ષણ કરાયું હતું.

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2023 માં નોર્થન બોર્ડર પર લગભગ 30,000 ભારતીય નાગરિકો સાથે સંબંધિત એન્કાઉન્ટર નોંધાયા હતા. બંને દેશોની તપાસ એજન્સીઓએ કેટલાક સ્મગલિંગ નેટવર્ક પર કાર્યવાહી પણ કરી છે. જોકે, 2025 અને 2026 માં સખત અમલીકરણ અને નીતિગત ફેરફારોને કારણે આ સંખ્યામાં ઘટાડો થયો છે. હાલ આ ડોક્યુમેન્ટરીને કારણે નોર્થન બોર્ડરની સુરક્ષા મુદ્દે રાજકીય ચર્ચા ગરમ થઈ છે.

FROM INDIA TO AMERICA: The Canadian Smuggling Route

Nearly 50,000 Indians on student visas have disappeared from Canada’s immigration system.

But the issue goes far beyond missing international students.

Canada’s immigration system has created a pipeline that is being… pic.twitter.com/2kq2CQQaEk

— FRONTLINES TPUSA (@FrontlinesTPUSA) July 30, 2026

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Canada (કેનેડા) India (ભારત) USA (અમેરિકા)

Post navigation

Previous: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ભારતીય એથ્લેટ્સનો ઉત્સાહ વધાર્યો
Next: અમેરિકામાં ભારતીય મૂળના વકીલ પર સંકટ: નકલી આશ્રય અરજીઓ માટે $470K ના દંડની કાર્યવાહી
Follow

Recent Posts

  • માલિબુ કાર અકસ્માત કેસ: આશા વીર સહિત 4 વિદ્યાર્થીઓના મોત મામલે મર્ડર કેસ ચાલશે
  • US માં નકલી લૂંટ રચી વિઝા મેળવવાના કૌભાંડમાં મિતુલ પટેલને સજા
  • અમેરિકામાં ભારતીય મૂળના વકીલ પર સંકટ: નકલી આશ્રય અરજીઓ માટે $470K ના દંડની કાર્યવાહી
  • Video: કેનેડાની વિઝા સિસ્ટમ બની USA માં ગેરકાયદે પ્રવેશ માટેનો મુખ્ય માર્ગ
  • નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ભારતીય એથ્લેટ્સનો ઉત્સાહ વધાર્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.