Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

રાજા રઘુવંશી મર્ડર કેસ: સુપ્રીમ કોર્ટે પત્ની સોનમ રઘુવંશીની જામીન રદ્દ કરી, સરેન્ડર કરવા આદેશ

Chief Editor July 23, 2026
sonam raja raghuvanshi case

Sonam Raghuvanshi Bail Cancel | બહુચર્ચિત રાજા રઘુવંશી મર્ડર કેસ (Raja Raghuvanshi Murder Case) માં સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી મુખ્ય આરોપી અને મૃતકની પત્ની સોનમ રઘુવંશી (Sonam Raghuvanshi) ને મોટો ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે સોનમ રઘુવંશીની જામીન અરજી રદ્દ કરી દીધી છે અને તેને ૩ અઠવાડિયાની અંદર સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.

મેઘાલય સરકારે જામીનને આપી હતી પડકાર

ઈન્દોર (Indore) ના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીની લગ્ન બાદ હનીમૂન (Honeymoon) દરમિયાન હત્યા કરવામાં આવી હતી. આ હાઇ-પ્રોફાઇલ હત્યાકાંડમાં તેની પત્ની સોનમ રઘુવંશી અને તેના પ્રેમી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા સોનમને મળેલી જામીન વિરુદ્ધ મેઘાલય સરકાર (Meghalaya Government) સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.

Join Our WhatsApp Group

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મેઘાલય સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા (Tushar Mehta) એ દલીલ કરી હતી કે:

સોનમને માત્ર એક નાની ટેકનિકલ ભૂલ (અરેસ્ટ મેમોમાં કાનૂની કલમ ટાઈપ કરવામાં આવેલી ક્ષતિ) ના આધારે જામીન મળ્યા હતા.

આવી નાની ટેકનિકલ ખામીના આધારે ગંભીર ગુનાના આરોપીને જામીન આપવા યોગ્ય નથી.

જો જામીન ચાલુ રહેશે તો આરોપી દેશ છોડીને ફરાર થઈ જવાની શક્યતા છે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો

અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીને બે વિકલ્પ આપ્યા હતા—તે સ્વેચ્છાએ સરેન્ડર કરે અથવા કોર્ટ જામીન રદ્દ કરવાનો આદેશ આપશે. 23 જુલાઈ 2026 ના રોજ સુપ્રીમ કોર્ટે સોનમની જામીન રદ્દ કરીને તેને આગામી 3 અઠવાડિયામાં જેલ તંત્ર કે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો કડક આદેશ આપ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Supreme Court (સુપ્રીમ કોર્ટ) મેઘાલય સરકાર

Post navigation

Previous: CJPનું પ્રદર્શન ઉગ્ર બન્યું: દિલ્હીમાં 16 મેટ્રો સ્ટેશન બંધ, મહારાષ્ટ્રમાં બંધનું એલાન
Next: ઓસ્ટ્રિયામાં એડોલ્ફ હિટલરના જન્મસ્થળને બનાવાયું પોલીસ સ્ટેશન, જાણો શું છે કારણ
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.