DA Hike 2026 | કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો (Pensioners) માટે આગામી દિવસો મોટી આર્થિક રાહત લઈને આવી શકે છે. ચાલુ જુલાઈ 2026 થી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 3 ટકાનો વધારો થવાની પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે.
વર્તમાન ફુગાવાના વલણો અને આર્થિક સમીક્ષાઓના આધારે બજારના નિષ્ણાતો (Experts) આ અંદાજ લગાવી રહ્યા છે. જોકે, આ વધારા પર આખરી મહોર જૂન 2026 ના ‘ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ’ (AICPI-IW) ના આંકડા જાહેર થયા બાદ જ વાગશે. લાખો સરકારી કર્મચારીઓ અત્યારે આ સત્તાવાર ડેટા (Data) ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરોને વધતી જતી મોંઘવારીની અસર સામે રક્ષણ આપવા માટે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે. જે અંતર્ગત પ્રથમ વધારો 1 જાન્યુઆરીથી અને બીજો વધારો 1 જુલાઈથી અમલમાં આવે છે.
માર્કેટ એક્સપર્ટ્સ અને બેંકબજાર (BankBazaar) ના સીઈઓ (CEO) આદિલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીના ટ્રેન્ડને જોતાં 3 ટકાનો વધારો સૌથી સચોટ બેસે છે. આ વધારો કર્મચારીઓની ખરીદ શક્તિ (Purchasing Power) જાળવી રાખવામાં અને ઘરનું બજેટ (Budget) સંભાળવામાં મદદરૂપ થશે.
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા આગામી 13 જુલાઈ, 2026 ના રોજ જૂન મહિનાના રિટેલ ફુગાવા (CPI) અને AICPI-IW ના ડેટા જાહેર કરવામાં આવશે.
આ ઇન્ડેક્સ (Index) આવ્યા બાદ જ સરકાર ફાઇનલ ગણતરી કરશે. કેન્દ્રીય મંત્રીમંડળ (Cabinet) ની મંજૂરી મળ્યા બાદ આ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે. જો સરકાર આ જાહેરાત ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં કરે તો પણ નિયમ મુજબ આ વધારો 1 જુલાઈ, 2026 થી જ લાગુ ગણાશે.
આ સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનર્સને જુલાઈ મહિનાથી લઈને જાહેરાત સુધીના ગાળાનું બાકી નીકળતું નાણું એટલે કે એરિયર્સ (Arrears) એકસાથે ચૂકવવામાં આવશે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
