Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

માત્ર મૌખિક દાવાથી કોઈ ભાડુઆત કે કબજેદાર ન બની શકે, તાત્કાલિક મકાન ખાલી કરો: ગુજરાત હાઈકોર્ટ

Chief Editor July 10, 2026
Gujarat High Court

અમદાવાદના મોટેરા સ્તારમાં રહેતા યશવંતસિંહ રાઠોડે પોતાના નજીકના સગા સવાઈસિંહ ચૌહાણને તેમની મજબૂરી જોઈને દયાના ભાવે પોતાનું મકાન કોઈ પણ ભાડું લીધા વિના માત્ર 2 વર્ષ માટે રહેવા આપ્યું હતું.

આ અંગે 26 ડિસેમ્બર, 2005ના રોજ એક લેખિત કરાર પણ થયો હતો. પરંતુ મુદત પૂરી થયા પછી પણ સગાએ મકાન ખાલી ન કર્યું અને ઉલટાનો ભાડુઆત તરીકે હક મેળવવા નીચલી કોર્ટમાં દીવાની દાવો કરી દીધો, જેમાં તે નિષ્ફળ રહ્યો હતો.

ત્યારબાદ મકાનમાલિકે ગાંધીનગર (Gandhinagar) કોર્ટમાં મકાનનો શાંત અને પ્રત્યક્ષ કબજો મેળવવા દાવો કર્યો, જે કોર્ટે ગ્રાહ્ય રાખ્યો હતો.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આ હુકમ સામે સગા તરફથી ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં અપીલ કરાઈ હતી. જસ્ટિસ જે.સી.દોશીએ (Justice J.C. Doshi) આ અરજી આકરા વલણ સાથે ફગાવી મકાનમાલિકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. એટલું જ નહીં તાત્કાલિક મકાનનો કબજો ખાલી કરી માલિકને સોંપી દેવા આદેશ કર્યો છે.

હાઇકોર્ટે બહુ મહત્ત્વનું અવલોકન કરતા સ્પષ્ટ કર્યું કે, “કોઈ પણ વ્યક્તિ માત્ર મોઢેથી દાવા કરવાથી કાયદેસરનો ભાડુઆત કે મકાનનો કબજેદાર બની શકતી નથી. માત્ર મૌખિક વાતોના આધારે ભાડુઆત તરીકેનો કોઈ હક્ક સાબિત થતો નથી.”

હાઇકોર્ટે સગાને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. આ સાથે જ કોર્ટે વળતરમાં આંશિક સુધારો કરીને હુકમ કર્યો કે અરજદાર સગાએ દર મહિને રૂ. 5,000નું વળતર મકાનમાલિકને ચૂકવવું પડશે.

આ વળતર ટ્રાયલ કોર્ટમાં દાવો દાખલ કરાયો ત્યારથી એટલે કે તા. 23-12-2011થી લઈને મકાનનો કબજો પરત ન સોંપાય ત્યાં સુધી ચૂકવવાનું રહેશે. આ ચુકાદો મિલકતના વિવાદો (Property Disputes) માટે એક મોટો માર્ગદર્શક (Landmark Judgment) સાબિત થશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Gujarat High Court (ગુજરાત હાઈકોર્ટ)

Post navigation

Previous: ઈઝરાયેલનું અભેદ્ય સુરક્ષા કવચ ‘આયર્ન ડોમ‘ મિસાઇલ ઇન્ટરસેપ્ટર ભારતમાં બનશે
Next: ગુજરાતમાં ડેટા સેન્ટરને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ, સરકારની નવી પોલિસી જાહેર
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार
  • NRI को सलाह देने पर ट्रोल हुए Zoho के संस्थापक श्रीधर वेम्बू, बोले- ‘विकल्प क्या है? भीख मांगें?’
  • ઝોહોના સ્થાપક શ્રીધર વેંબુનું નિવેદન: ‘શું વિદેશમાં રહેવા ભીખ માંગીએ?’
  • જ્યોર્જિયાના વિદ્યાર્થીઓએ ‘થ્રાઇવટૂગેધર’નો ૪૦ થી વધુ શાખાઓમાં વિસ્તાર કર્યો, જરૂરિયાતમંદ પરિવારો માટે રૂ. ૨૦૦,૦૦૦ નું ખાદ્ય દાન એકત્ર કર્યું
  • અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.