Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

CRED પાસે છે કરોડો ભારતીયોનો ફાઇનાન્શિયલ ડેટા: શું કુણાલ શાહ આ ડેટા માર્ક ઝકરબર્ગને સોંપી દેશે?

Chief Editor June 25, 2026
CRED Data Privacy

CRED Data Privacy | જો તમે જૂના ફેસબુક (Facebook) યુઝર છો તો તમને યાદ હશે કે તેના લોગિન પેજ પર લખેલું હતું – “ફેસબુક ફ્રી છે અને હંમેશા ફ્રી રહેશે”. પરંતુ આજે આ ટૅગલાઇન ગાયબ થઈ ગઈ છે અને મેટા (Meta) કંપની અનેક પેઇડ સર્વિસ (Paid Service) ચલાવે છે.

આ જ રીતે જ્યારે માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) વોટ્સએપ (WhatsApp) ખરીદ્યું ત્યારે પણ યુઝર ડેટા પ્રાઇવસી (User Data Privacy) જાળવી રાખવાનો અને ક્યારેય ડેટા ન વેચવાનો વાદો કર્યો હતો. જોકે, ઇતિહાસ સાક્ષી છે કે ઝકરબર્ગે પોતાના આ તમામ વાદાઓ સમય જતાં તોડી નાખ્યા છે.

હવે આવો જ એક નવો વળાંક ટેક દુનિયામાં આવ્યો છે. ભારતીય ફિનટેક એપ ક્રેડના (CRED) ફાઉન્ડર કુણાલ શાહ (Kunal Shah) વોટ્સએપના ગ્લોબલ સીઈઓ (Global CEO) બન્યા છે અને મેટા કંપનીએ ક્રેડમાં 900 મિલિયન ડૉલર્સનું (900 Million Dollars) મોટું રોકાણ કર્યું છે.

આ ડીલ બાદ ભારતીય યુઝર્સમાં ચિંતા વ્યાપી ગઈ છે કે શું હવે ક્રેડનો સંવેદનશીલ ડેટા ફેસબુક અને મેટા પાસે જતો રહેશે? જોકે, કંપનીનો સત્તાવાર સ્ટેન્ડ એવો છે કે તેઓ યુઝર્સનો ડેટા શેર નહીં કરે, પણ સવાલ એ છે કે શું કુણાલ શાહ અને ઝકરબર્ગ આ વાદા પર કાયમ રહેશે?

વોટ્સએપના મૂળ સ્થાપકો બ્રાયન એક્ટન (Brian Acton) અને જેન કૂમ (Jan Koum) ડેટા પ્રાઇવસીના મોટા હિમાયતી હતા.

ફેસબુકે જ્યારે વોટ્સએપ ખરીદ્યું ત્યારે વચન આપ્યું હતું કે તે ક્યારેય યુઝર ડેટાનો બિઝનેસ નહીં કરે. પરંતુ થોડા જ વર્ષોમાં વોટ્સએપનો ડેટા ફેસબુક સાથે શેર થવા લાગ્યો, જેનાથી નારાજ થઈને બંને ફાઉન્ડર્સે કંપની છોડી દીધી હતી. આજે વોટ્સએપ પર બિઝનેસ એડ્સ (Ads) અને પેઇડ પ્લાન્સ (Paid Plans) આવી ગયા છે.

ક્રેડ વાસ્તવમાં એક સામાન્ય એપ નથી, પરંતુ તે ભારતની સૌથી પ્રીમિયમ અને હાઇ-વેલ્યુ (High-value Users) જનતાનો પર્સનલ, ફાઇનાન્શિયલ (Financial) અને બિહેવિયરલ ડેટા ધરાવતું પ્લેટફોર્મ (Platform) છે.

જ્યારે કોઈ યુઝર પોતાનું ઈમેઈલ આઈડી (Email ID) ક્રેડ સાથે લિંક કરે છે, ત્યારે એપ પાસે તેના ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ (Credit Card Statement), બેંક બિલ, લોન (Loan) અને ઇન્સ્યોરન્સની (Insurance) તમામ વિગતો પહોંચી જાય છે. ક્રેડ ભલે વર્ષોથી ખોટમાં ચાલતી કંપની હોય, પરંતુ તેનો અસલી નફો આ ક્લીન અને સચોટ ડેટાબેઝ છે.

બીજી તરફ, ભારતમાં વોટ્સએપના 50 કરોડથી વધુ યુઝર્સ છે, જે વિશ્વમાં સૌથી મોટું માર્કેટ (Market) છે. પરંતુ આટલા મોટા યુઝર બેઝ (User Base) છતાં મેટા તેને ગૂગલ પે (Google Pay) કે ફોનપે (PhonePe) ની જેમ મોનેટાઇઝ (Monetize) કરી શક્યું નથી.

અહીં જ કુણાલ શાહની એન્ટ્રી મહત્વની બને છે. કુણાલ શાહ હ્યુમન બિહેવિયર (Human Behavior) અને ફાઇનાન્સ ટેકનોલોજીના નિષ્ણાત છે. તેઓ અગાઉ ફ્રીચાર્જ (FreeCharge) એપ બનાવીને સ્નેપડીલને (Snapdeal) 449 મિલિયન ડૉલરમાં વેચી ચૂક્યા છે.

મેટાને હવે વોટ્સએપના નેક્સ્ટ ફેઝ (Next Phase) માટે લોન, પેમેન્ટ અને શોપિંગ બિઝનેસ વધારવો છે, જેમાં ક્રેડનો પ્રીમિયમ ડેટા ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

જો ભવિષ્યમાં ક્રેડ અને વોટ્સએપ વચ્ચે ડેટા ઇન્ટિગ્રેશન (Data Integration) થશે, તો યુઝર્સની ડિજિટલ લાઈફ અને ફાઇનાન્શિયલ પ્રોફાઇલ સંપૂર્ણપણે એક જગ્યાએ સેન્ટ્રલાઇઝ્ડ (Centralized) થઈ જશે, જે સુરક્ષા અને પ્રાઇવસીની દ્રષ્ટિએ ભારત માટે એક મોટો ચિંતાનો વિષય છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: CRED (ક્રેડ) Data Privacy (ડેટા પ્રાઇવસી) Facebook (ફેસબુક) Mark Zuckerberg (માર્ક ઝકરબર્ગ) Meta (મેટા) WhatsApp (વોટ્સએપ)

Post navigation

Previous: Money Plant: મની પ્લાન્ટ બેડરૂમમાં રાખો છો? આ ૩ ભૂલો બેંક એકાઉન્ટ કરી દેશે ખાલી!
Next: ED Raids Rajesh Exports: કંપનીનું ટર્નઓવર 7.7 લાખ કરોડ અને MDનો પગાર માત્ર 17 હજાર! EDની રેડમાં ચોંકાવનારા ખુલાસા
Follow

Recent Posts

  • સેન ફ્રાન્સિસ્કોમાં કૌભાંડ: પૂર્વ ડેપ્યુટી ટ્રેઝરર તાજેલ શાહ પર મિત્રની કંપનીને 1 કરોડ ડૉલરનો કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ
  • ED Raids Rajesh Exports: કંપનીનું ટર્નઓવર 7.7 લાખ કરોડ અને MDનો પગાર માત્ર 17 હજાર! EDની રેડમાં ચોંકાવનારા ખુલાસા
  • CRED પાસે છે કરોડો ભારતીયોનો ફાઇનાન્શિયલ ડેટા: શું કુણાલ શાહ આ ડેટા માર્ક ઝકરબર્ગને સોંપી દેશે?
  • Money Plant: મની પ્લાન્ટ બેડરૂમમાં રાખો છો? આ ૩ ભૂલો બેંક એકાઉન્ટ કરી દેશે ખાલી!
  • રામ મંદિર ટ્રસ્ટના ખજાનામાંથી 5 વર્ષમાં સરકારને 396 કરોડ રૂપિયા મળ્યા! જાણો કઈ રીતે?
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.