Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સાંપે ડંખ માર્યો તો મહિલા તેને પકડીને ડબ્બામાં પૂરી હોસ્પિટલ પહોંચી, ડોક્ટર્સ પણ રહી ગયા દંગ!

Chief Editor June 25, 2026
Odisha Snake Bite Incident

Snake Bite Incident | ઓડિશાના (Odisha) મલકાનગીરી (Malkangiri) જિલ્લાના મથિલી બ્લોક હેઠળના કુરુમપાલી ગામમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મણિમા નાયક નામની એક મહિલા પોતાના ઘરમાં હતી, ત્યારે ગુરુવારે સાંજે એક ઝેરી સાંપે (Snake) તેના પગ પર ડંખ માર્યો હતો.

સામાન્ય રીતે સાંપ કરડતા જ લોકો ગભરાઈ જાય છે, પરંતુ આ મહિલા સહેજ પણ ડરી નહીં. તેણે હિંમત બતાવીને તે સાંપને ભાગવા ન દીધો અને પકડીને બિસ્કિટના એક પ્લાસ્ટિક ડબ્બામાં (Box) બંધ કરી દીધો હતો.

થોડા સમય પછી મહિલાની તબિયત બગડવા લાગતા, પરિવારના સભ્યો તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ (Ambulance) મારફતે મથિલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (Sub-District Hospital) લઈ ગયા હતા.

નવાઈની વાત એ હતી કે, પરિવારના સભ્યો હોસ્પિટલમાં મહિલાની સાથે તે જીવતા સાંપ ભરેલો ડબ્બો પણ લાવ્યા હતા. પરિવારનું માનવું હતું કે ડોક્ટર્સ (Doctors) જો સાંપની પ્રજાતિ ઓળખી લેશે, તો તેમને એન્ટી-વેનમ (Anti-venom) કે સાચી દવા અને સારવાર (Treatment) આપવામાં સરળતા રહેશે. હાલ હોસ્પિટલમાં મહિલાને દાખલ કરીને તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Odisha (ઓડિશા) Snake Bite (સાંપ ડંખ)

Post navigation

Previous: વેનેઝુએલામાં એક મિનિટમાં 7.1 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપથી ભારે તબાહી, હજારો લોકોના મોતની આશંકા
Next: રામ મંદિર ટ્રસ્ટના ખજાનામાંથી 5 વર્ષમાં સરકારને 396 કરોડ રૂપિયા મળ્યા! જાણો કઈ રીતે?
Follow

Recent Posts

  • માતૃભૂમિનો મોહ: અંતિમ શ્વાસ ભારતમાં લેવા માટે 94 વર્ષના વૃદ્ધાએ અમેરિકાની નાગરિકતા છોડી
  • SEBI New Rules: 5 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઇન્ફ્લુએન્સર્સ હવે ગણાશે ‘સેલિબ્રિટી’, સેબી લાવ્યું કડક નિયમો
  • હોર્મુઝનો નવો વિકલ્પ: ઓમાનમાં 100 અબજ ડૉલરનો નહેર પ્રોજેક્ટ, દિવાસ્વપ્ન કે માસ્ટરસ્ટ્રોક?
  • અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત કૌભાંડ મામલે FIR દાખલ, 2 મુખ્ય આરોપીઓની ધરપકડ
  • સરકારે કોમર્શિયલ LPG સપ્લાય પરના પ્રતિબંધો હટાવ્યા, ઉદ્યોગો અને કોમર્શિયલ ગ્રાહકોને મોટી રાહત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.