Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ટીમ ઇન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી

Chief Editor June 23, 2026
Vaibhav Suryavanshi Jersey

Vaibhav Suryavanshi Jersey | ભારતીય ક્રિકેટના નવા સિતારા વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) માટે આખરે એ ઐતિહાસિક પળ આવી જ ગઈ છે, જેનું સપનું તેણે નાનપણથી જોયું હતું. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમમાં પ્રથમ વખત પસંદ કરાયેલા આ 15 વર્ષીય ધમાકેદાર બેટરે જ્યારે ટીમ ઇન્ડિયાની સત્તાવાર જર્સી (Jersey) પર પોતાનું નામ જોયું, ત્યારે તે પોતાના આંસુ રોકી શક્યો નહોતો અને અત્યંત ભાવુક થઈ ગયો હતો.

બીસીસીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક ખાસ વીડિયોમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું કે ક્રિકેટ રમવાની શરૂઆત જ તેણે એક દિવસ ભારતની બ્લુ જર્સી પહેરવાના સપના સાથે કરી હતી અને હવે જ્યારે એ સપનું હકીકત બન્યું છે, ત્યારે તેને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવી રહ્યો.

Ladies & Gentlemen

The moment the nation has been waiting for has arrived!

Vaibhav Sooryavanshi in #TeamIndia jersey. Witness this incredibly special moment ❤️ pic.twitter.com/sUUytFMPVw

— BCCI (@BCCI) June 23, 2026

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

યુવા બેટ્સમેને વીડિયોમાં જણાવ્યું હતું કે, આ અનુભવને શબ્દોમાં વર્ણવવો ઘણો મુશ્કેલ છે. જે વસ્તુ માટે મેં ક્રિકેટના પહેલા જ દિવસથી બેટ પકડ્યું હતું અને કલાકો સુધી પ્રેક્ટિસ કરી હતી, તે સપનું આજે પૂરું થયું છે.

વૈભવે વધુમાં કહ્યું કે, ટી-શર્ટ જોતાં જ હું એટલો ખુશ થઈ ગયો કે બસ સતત સ્માઇલ કરી રહ્યો હતો. ક્યારેક જે વસ્તુ વિશે તમે વિચાર્યું પણ ન હોય તે તમારી સાથે થઈ જાય ત્યારે તમે તુરંત કોઈ રિએક્શન આપી શકતા નથી, મારી સાથે પણ બિલકુલ એવું જ થયું.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) Cricket (ક્રિકેટ) Vaibhav Suryavanshi (વૈભવ સૂર્યવંશી)

Post navigation

Previous: નોકરી બદલ્યા પછી પીએફ ખાતું આપમેળે મર્જ નથી થતું, આ રીતે કરો ઓનલાઈન ટ્રાન્સફર
Next: ભારતમાં અલ નીનો અને ઇથેનોલના કારણે ખાંડનું સંકટ! નિકાસ બંધ થવાની ભીતિ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા
  • અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ
  • ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ
  • કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત
  • ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.