Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

નોકરી બદલ્યા પછી પીએફ ખાતું આપમેળે મર્જ નથી થતું, આ રીતે કરો ઓનલાઈન ટ્રાન્સફર

Chief Editor June 23, 2026
epf account

EPF Account Merge | જ્યારે કોઈ કર્મચારી નોકરી બદલે છે, ત્યારે તેના ‘યુનિવર્સલ એકાઉન્ટ નંબર’ (UAN) સાથે એક કરતાં વધુ PF ખાતા (મેમ્બર આઈડી) જોડાઈ જતા હોય છે. નોકરી બદલ્યા પછી જૂના પીએફ ખાતાની રકમને નવા ખાતામાં ટ્રાન્સફર કરવી કાયદાકીય રીતે ફરજિયાત નથી અને આ ખાતા આપમેળે મર્જ પણ થતા નથી.

જોકે, નિષ્ણાતોના મતે જૂના ખાતાના પૈસા વર્તમાન ખાતામાં ટ્રાન્સફર કરી લેવા ખૂબ જ ફાયદાકારક છે. ખાતું મર્જ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી કર્મચારીની જૂની નોકરીના વર્ષોની ગણતરી (સર્વિસ હિસ્ટ્રી) પણ નવા ખાતા સાથે આગળ વધે છે.

નિયમ મુજબ, પીએફની રકમ 5 વર્ષની સળંગ નોકરી પછી જ ટેક્સ ફ્રી બને છે. જો આ સમયગાળો પૂરો થયા પહેલાં રકમ ઉપાડવામાં આવે, તો તેના પર ટેક્સ લાગી શકે છે અને નિયમ અનુસાર TDS પણ કપાઈ શકે છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

તમે EPFOના યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર જઈને જાતે જ ઓનલાઈન રિક્વેસ્ટ મોકલી શકો છો:

  1. સૌથી પહેલા EPFOની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમારા UAN અને પાસવર્ડની મદદથી લોગ-ઈન કરો.
  2. લોગ-ઈન થયા પછી, ‘Online Services’ ટેબ હેઠળ આપેલા ‘One Member – One EPF Account (Transfer Request)’ વિકલ્પ પર ક્લિક કરો.
  3. સ્ક્રીન પર દેખાતી પર્સનલ વિગતો બરાબર વેરિફાય કરી લો.
  4. જૂની નોકરીના પીએફ ખાતાની વિગતો મેળવવા માટે ‘Get Details’ ઓપ્શન પર ક્લિક કરો.
  5. હવે ક્લેમ વેરિફિકેશન માટે જૂના અથવા વર્તમાન એમ્પ્લોયરમાંથી કોઈ એકને પસંદ કરી, આધાર લિંક્ડ મોબાઈલ પર OTP મેળવીને રિક્વેસ્ટ સબમિટ કરો.

જો ભૂલથી કર્મચારીને 2 અલગ-અલગ UAN નંબર મળી ગયા હોય, તો પોતાના રજિસ્ટર્ડ ઇમેઇલ આઇડી પરથી uanepf@epfindia.gov.in પર મેઇલ કરીને જૂનો UAN નંબર બંધ કરવા માટે વિનંતી કરી શકાય છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: PF (પીએફ)

Post navigation

Previous: સુરત: પાટીદાર આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ સહિતના અગ્રણીઓ નિર્દોષ જાહેર
Next: ટીમ ઇન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા
  • અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ
  • ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ
  • કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત
  • ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.