Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

શાહરૂખ ખાનની 25 વર્ષ જૂની વાત જેઠાલાલ માટે સાચી સાબિત થઈ, વીડિયો વાયરલ થયો

Chief Editor June 19, 2026
Jethalal Shahrukh Khan

Jethalal Shahrukh Khan | ટીવી (TV) ઇતિહાસના સૌથી પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં ‘જેઠાલાલ’ નું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતા થયેલા અભિનેતા દિલીપ જોશી આજે કોઈ ઓળખના મોહતાજ નથી. પરંતુ નાના પડદા પર આવતા પહેલાં તેમણે બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, જેમાં તેમણે શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી.

હાલમાં સોશિયલ મીડિયા (Social media) પર બંનેનો એક ૨૫ વર્ષ જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહરૂખ ખાને અજાણતામાં દિલીપ જોશી માટે કંઈક એવું કહ્યું હતું જે આગળ જતાં તેમના કરિયરમાં સાચું સાબિત થયું.

Join Our WhatsApp Group

આ વાયરલ વીડિયો વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વન ટુ કા ફોર’ (One 2 Ka 4) નો છે. એક સીનમાં શાહરૂખ ખાન સીડીઓ પરથી નીચે ઉતરે છે ત્યારે નીચે સૂતેલા દિલીપ જોશી સાથે અથડાઈને પડી જાય છે અને ગુસ્સામાં કહે છે, ‘ચંપકની ઔલાદ, કેટલી વાર કહ્યું છે કે સીડીઓની સામે પથારી ન કર.’

 

View this post on Instagram

 

A post shared by LaziGuyFilms (@laziguyfilms)

આ ડાયલોગ બરાબર 7 વર્ષ પછી એટલે કે વર્ષ 2008માં સાચો સાબિત થયો જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો શરૂ થયો. આ શોમાં દિલીપ જોશીને ‘જેઠાલાલ’ નું પાત્ર મળ્યું, જેમના પિતાનું નામ ‘ચંપકલાલ ગઢા’ (બાપુજી) છે. આમ, શાહરૂખે ફિલ્મમાં જેમને ‘ચંપકની ઔલાદ’ કહ્યા હતા, તે ટીવી પર સાચે જ ચંપકલાલના પુત્ર જેઠાલાલ બન્યા.

દિલીપ જોશી છેલ્લા 18 વર્ષથી આ શો દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. આજે લોકો તેમને અસલી નામ કરતાં ‘જેઠાલાલ’ ના નામથી વધુ ઓળખે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) ના નામે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના ઘણા ઐતિહાસિક રેકોર્ડ નોંધાયેલા છે.

સૌથી લાંબા સમય સુધી ચાલતા ડેઇલી સિટકોમ (Daily Sitcom) તરીકે આ શોનું નામ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ અને ‘લિમકા બુક ઓફ રેકોર્ડ્સ’ માં નોંધાઈ ચૂક્યું છે. આ સીરિયલ 4500થી વધુ એપિસોડ્સ પૂર્ણ કરવાનો એક ઐતિહાસિક આંકડો પણ પાર કરી ચૂકી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Shahrukh Khan (શાહરૂખ ખાન)

Post navigation

Previous: 90% લોકો ખોટું સનસ્ક્રીન ખરીદે છે, SPF નહીં પણ આ વસ્તુ છે વધુ જરૂરી, સ્કીન એક્સપર્ટે જણાવ્યું
Next: ‘પ્રિય મિત્ર નરેન્દ્ર…’, મેક્રોને હિન્દી બોલીને જીત્યું દિલ, પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.