Watermelon Seeds Uses | તડબૂચ એક એવું મોસમી ફળ છે જે સ્વાદની સાથે સ્વાસ્થ્યથી પણ ભરપૂર હોય છે. આપણે સામાન્ય રીતે તેનો લાલ અને મીઠો ભાગ તો હોંશે-હોંશે ખાઈ લઈએ છીએ, પરંતુ તેના કાળા-ભૂરા બીજને નકામા સમજીને ડસ્ટબિનમાં (Dustbin) ફેંકી દઈએ છીએ.
હેલ્થ એક્સપર્ટ્સ (Health experts) ના મતે, તડબૂચના બીજ વાસ્તવમાં એક સુપરફૂડ (Superfood) છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન (Protein), આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક અને હેલ્ધી ફેટ્સ (Healthy fats) જોવા મળે છે, જે હાર્ટ હેલ્થ (Heart health), ઇમ્યુનિટી અને ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે.
આ બીજ ત્વચાને કુદરતી ચમક અને પોષણ પૂરું પાડે છે અને એજિંગ (Aging)ની પ્રક્રિયાને ધીમી કરે છે. બજારમાં આ જ બીજ ‘વોટરમેલન સીડ્સ’ (Watermelon seeds) ના નામે ખૂબ ઊંચા ભાવે વેચાય છે, તો પછી ઘરમાં રહેલા મફતના બીજને કેમ બગાડવા? તેને સાફ કરીને અને સૂકવીને તમે રોજિંદી ડાયટ (Diet) અને કુકિંગનો (Cooking) ભાગ બનાવી શકો છો.
આ માટે સૌથી પહેલા બીજને અલગ કરી, સારી રીતે ધોઈને તડકામાં સૂકવી લો. ત્યારબાદ એક પેનમાં સહેજ ઘી કે તેલ નાખીને તેને કુરકુરા થાય ત્યાં સુધી શેકી લો. ઉપરથી સંચળ, ચાટ મસાલો અને મરી પાવડર છાંટવાથી ચા સાથે ખાવા માટેની હેલ્ધી નમકીન (Healthy snacks) તૈયાર થઈ જશે.
આ સિવાય કાજુ અને ખસખસની જેમ તડબૂચના મગજ તરીના બીજનો ઉપયોગ શાહી શાકની ગ્રેવી (Gravy) ઘટ્ટ કરવા માટે થાય છે. બીજને ફોલીને અંદરના સફેદ ભાગની પેસ્ટ (Paste) બનાવી પનીર કે મલાઈ કોફ્તાની ગ્રેવીમાં વાપરી શકાય છે.
શેકેલા બીજને મિક્સરમા પીસીને પાવડર બનાવી સવારના દૂધ, પ્રોટીન શેક (Protein shake) કે સ્મૂધીમાં 1 ચમચી ઉમેરી શકાય છે. સૂપ કે સલાડમાં ક્રંચ (Crunch) લાવવા માટે તેને ઉપરથી સ્પ્રિંકલ કરી શકાય છે, તેમજ ઘર પર એનર્જી બાર (Energy bar) કે ડ્રાયફ્રૂટ્સના લાડુ બનાવતી વખતે પણ આ બીજનો ઉપયોગ કરી શકાય છે.
