Forbes Immigrant List | અમેરિકાની સ્થાપનાની 250મી વર્ષગાંઠ નિમિત્તે ફોર્બ્સે (Forbes) દેશના સૌથી સફળ અને પ્રભાવશાળી વલસદારો સન્માનવા માટે ‘ઇમિગ્રન્ટ 250’ (Immigrant 250) યાદી જાહેર કરી છે.
આ પ્રતિષ્ઠિત લિસ્ટમાં ભારત પ્રથમ ક્રમે રહ્યું છે, જે દર્શાવે છે કે અમેરિકાના આર્થિક અને તકનીકી વિકાસમાં ભારતીય મૂળના લોકોનું કેટલું મોટું યોગદાન છે.
આ યાદીમાં અમેરિકાના બિઝનેસ, ટેક્નોલોજી, વિજ્ઞાન અને પબ્લિક લાઈફમાં અસાધારણ યોગદાન આપનાર વિદેશી મૂળના 250 લોકોને સ્થાન મળ્યું છે, જેમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે.
યાદીમાં સામેલ મુખ્ય ભારતીય ચહેરા:
આ યાદીમાં આલ્ફાબેટ અને ગુગલ (Google) ના સીઈઓ સુંદર પિચાઈ (Sundar Pichai), માઈક્રોસોફ્ટ (Microsoft) ના સીઈઓ સત્ય નાડેલા (Satya Nadella), પેપ્સીકો (PepsiCo) ના પૂર્વ સીઈઓ ઇન્દ્રા નૂયી (Indra Nooyi), પાલો અલ્ટો નેટવર્ક્સ (Palo Alto Networks) ના સીઈઓ નિકેશ અરોરા (Nikesh Arora), આઈબીએમ (IBM) ના સીઈઓ અરવિંદ કૃષ્ણ (Arvind Krishna) અને સેમિકન્ડક્ટર ક્ષેત્રના અગ્રણી વિનોદ ધામ (Vinod Dham) નો સમાવેશ થાય છે.
Forbes released its 250 most successful living immigrants in America.
The scoreboard:
🇮🇳 India: 32
🇨🇦 Canada: 18
🇮🇱 Israel: 15
🇨🇳 China: 14
🇬🇧 UK: 14
🇹🇼 Taiwan: 11
🇫🇷 France: 10
🇮🇷 Iran: 9
🇩🇪 Germany: 8
🇷🇺 Russia: 8Indian-origin immigrants are #1.
Not in complaints.
Not in… https://t.co/EUDYNHHfbC— Sidharth (@Cloudwatch199) June 11, 2026
ટોપ રેન્કિંગ મેળવનાર ભારતીયો:
- સન માઈક્રોસિસ્ટમ્સ (Sun Microsystems) ના સહ-સ્થાપક અને જાણીતા વેન્ચર કેપિટલિસ્ટ વિનોદ ખોસલા (Vinod Khosla) ભારતીય મૂળના હોદ્દેદારોમાં સૌથી ટોચના સ્થાને (14માં ક્રમે) છે.
- આ સિવાય એન્જલલિસ્ટ (AngelList) ના સહ-સ્થાપક નવલ રવિકાંત (Naval Ravikant) 27માં સ્થાને છે.
- જનરલ કેટાલિસ્ટ (General Catalyst) ના સીઈઓ હેમંત તનેજા (Hemant Taneja) 31માં સ્થાને અને માઈક્રોન ટેક્નોલોજી (Micron Technology) ના સીઈઓ સંજય મેહરોત્રા (Sanjay Mehrotra) 44માં ક્રમે છે.
અમેરિકાના વિકાસમાં ફાળો:
ફોર્બ્સના જણાવ્યા અનુસાર, આ યાદીમાં સામેલ અડધાથી વધુ લોકો સેલ્ફ-મેડ (Self-made) અબજોપતિઓ છે. તેમણે એવી કંપનીઓની સ્થાપના કરી છે જે લાખો અમેરિકનોને રોજગારી આપે છે. ભારતીય ડાયસ્પોરા (Indian Diaspora) માટે આ યાદી ગર્વની ક્ષણ છે, જે એક સામાન્ય વિદ્યાર્થી, એન્જિનિયર કે ડૉક્ટર તરીકે અમેરિકા જઈને સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરવાની કહાની બયાન કરે છે.
