એપલે (Apple) પોતાના વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ WWDC 2026 ની શરૂઆત કરી દીધી છે. WWDC 2026 ના કીનોટ (Keynote) દરમિયાન કંપનીએ ઘણી મોટી જાહેરાતો કરી છે. કંપનીએ આઇઓએસના (iOS) નવા વર્ઝન iOS 27 ની પણ જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે કયા-કયા આઇફોનને (iPhone) આ નવું સપોર્ટ મળશે, જ્યારે લાખો જૂના હેન્ડસેટને આ અપડેટ મળશે નહીં.
WWDC 2026 કીનોટ દરમિયાન કંપનીએ જણાવ્યું કે iPhone 11 અને ત્યારપછી લોન્ચ થયેલા નવા હેન્ડસેટને iOS 27 નો સપોર્ટ મળશે. જ્યારે iPhone 11 પહેલા લોન્ચ થયેલા હેન્ડસેટને આ નવું અપડેટ નહીં મળે.
ડેવલપર કોન્ફરન્સ (Developer Conference) દરમિયાન કંપનીએ iOS 27 માં મળનારા ફીચર્સ વિશે સત્તાવાર માહિતી આપી હતી. આ અપડેટ પછી યુઝર્સને ઘણા નવા ફીચર્સ જોવા મળશે. આ દરમિયાન કંપનીનું મુખ્ય ફોકસ એપલ ઇન્ટેલિજન્સ (Apple Intelligence) પર રહ્યું છે અને ઘણી એપ્સ સાથે તેનું ઇન્ટિગ્રેશન (Integration) કરવામાં આવ્યું છે.
આ iPhone મોડલ્સને મળશે iOS 27 નો સપોર્ટ:
iPhone 11
iPhone 11 Pro
iPhone 11 Pro Max
iPhone SE (2nd gen+)
iPhone 12 mini
iPhone 12
iPhone 12 Pro
iPhone 12 Pro Max
iPhone 13 mini
iPhone 13
iPhone 13 Pro
iPhone 13 Pro Max
iPhone 14
iPhone 14 Plus
iPhone 14 Pro
iPhone 14 Pro Max
iPhone 15
iPhone 15 Plus
iPhone 15 Pro
iPhone 15 Pro Max
iPhone 16e
iPhone 16
iPhone 16 Plus
iPhone 16 Pro
iPhone 16 Pro Max
iPhone 17e
iPhone 17
iPhone Air
iPhone 17 Pro
iPhone 17 Pro Max
આ મોડલ્સને સપોર્ટ નહીં મળે:
iPhone XS
iPhone XS Max
iPhone XR
iPhone X
iPhone 8 / 8 Plus
iPhone 7 સિરીઝ અને તેનાથી જૂના મોડલ.
iOS 27 ના કારણે યુઝર્સના Daily Task સરળ બનશે
કંપનીએ જણાવ્યું કે નવા સોફ્ટવેર અપડેટ પછી એપ્સ પહેલા કરતા 30 ટકા વધુ ફાસ્ટ (Fast) કામ કરશે. ફોટોઝ એપમાં (Photos App) નવી તસવીરો 70 ટકા વધુ ઝડપથી દેખાશે અને એરડ્રોપ (AirDrop) ટ્રાન્સફર સ્પીડ 80 ટકા સુધી વધી જશે. આ સિવાય Wi-Fi અને સેલ્યુલર નેટવર્ક વચ્ચે સ્માર્ટ સ્વિચિંગ (Smart Switching), હેલ્થ એપમાં (Health App) મેનોપોઝ ટ્રેકિંગ અને એરપોડ્સ (AirPods) માટે કસ્ટમ EQ સેટિંગ્સ જેવા શાનદાર ફીચર્સ પણ મળશે.
