Indian Coast Guard and Gujarat ATS intercept 115 kg of cocaine near Mundra Port
Kutch Drug Seizure | ગુજરાતના કચ્છ (Kutch) દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ માફિયાઓ વિરૂદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી મોટી કાર્યવાહી કરી છે.
એક ચોક્કસ અને ગુપ્ત ઇનપુટના આધારે, ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Guard – ICG) અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (Anti-Terrorist Squad – ATS) ની ટીમોએ 25-26 મે 2026 ની રાત્રે મુન્દ્રા (Mundra) ના દરિયામાં એક સંયુક્ત ઓપરેશન (Joint Operation) હાથ ધર્યું હતું.
આ ઓપરેશન દરમિયાન મુન્દ્રા લંગર વિસ્તારથી આશરે 5 નોટિકલ માઈલ દૂર ‘એમવી યુરોપ’ (MV Europe) નામના શંકાસ્પદ કન્ટેનર જહાજમાંથી આશરે 1150 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું 115 કિલો કોકેઈન (Cocaine) ઝડપી પાડવામાં આવ્યું છે.
તલાશી દરમિયાન આ જહાજમાંથી કેટલાક બેગ સમુદ્રમાં ફેંકવામાં આવી રહ્યા હતા. કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમોએ રાત્રિના અંધકાર અને પડકારજનક પરિસ્થિતિમાં દરિયામાંથી 5 બેગ સફળતાપૂર્વક શોધી કાઢ્યા હતા.
આ બેગની તપાસ કરતા તેમાંથી 1-1 કિલોના કુલ 115 પેકેટ સફેદ પાવડર મળી આવ્યો હતો, જે ફોરેન્સિક તપાસમાં કોકેઈન હોવાનું સાબિત થયું છે. પ્રાથમિક તપાસ મુજબ, આ યુરોપિયન જહાજ પાકિસ્તાનના પોર્ટ કાસિમ (Port Qasim) થી આવ્યું હતું અને આ નશીલા પદાર્થોનો જથ્થો દિલ્હી (Delhi) મોકલવાનો હતો.
સુરક્ષા એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ (International Drugs Syndicate)ના કનેક્શન શોધવા માટે એક વ્યક્તિની ધરપકડ (Arrest) કરી છે અને સઘન પૂછપરછ શરૂ કરી છે. છેલ્લા 5 વર્ષમાં આ બંને એજન્સીઓ દ્વારા દરિયાઈ માર્ગે નશાના કારોબાર વિરુદ્ધ કરવામાં આવેલું આ 15 મુ સફળ ઓપરેશન છે.
દેશના “નશામુક્ત ભારત” (Nasha Mukt Bharat) ના અભિયાન અંતર્ગત આ એક બહુ મોટી સફળતા માનવામાં આવી રહી છે.
