Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

10 મેચમાં 60 વિકેટ લેનાર બોલરને ટીમ ઇન્ડિયામાં ન મળી તક, સેલેક્ટર્સ પર ભડક્યો ઇરફાન પઠાણ

Chief Editor May 20, 2026
Irfan Pathan

Irfan Pathan Criticism | અફઘાનિસ્તાન સામેની આગામી વનડે અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થતાં જ એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. સ્થાનિક ક્રિકેટમાં (Domestic cricket) શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓની અવગણના થતાં પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા પર (Social media) સેલેક્ટર્સ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

રણજી ટ્રોફી (Ranji Trophy 2025-26) સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપીને જમ્મુ-કાશ્મીરને પ્રથમવાર ચેમ્પિયન બનાવનાર સ્ટાર ફાસ્ટ બોલર આકિબ નબીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બીજી તરફ, જાન્યુઆરી મહિના પછી એક પણ મેચ ન રમનાર પંજાબના ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારને વનડે અને ટેસ્ટ બંને ટીમમાં સામેલ કરી લેવાયો છે.

આકિબ નબીએ રણજી ટ્રોફીની આ સીઝનમાં ઘાતક બોલિંગ કરતા 10 મેચમાં 2.65 ની શાનદાર ઇકોનોમીથી (Economy) કુલ 60 વિકેટ ઝડપી હતી. તેણે કર્ણાટક સામેની ફાઇનલ મેચમાં 5 વિકેટ ઝડપીને જમ્મુ-કાશ્મીરને તેનું પ્રથમ રણજી ટાઇટલ જીતાડ્યું હતું અને તે ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ (Player of the tournament) પણ બન્યો હતો.

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને આ સિરીઝમાં આરામ અપાયા બાદ આકિબ નબીને તક મળશે તેવી પૂરી સંભાવના હતી, પરંતુ સેલેક્ટર્સે તેને ઇગ્નોર (Ignore) કર્યો હતો.

સેલેક્ટર્સના આ નિર્ણયથી નારાજ ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર (X) પોસ્ટ કરીને પોતાની ભડાશ નીકાળી હતી. તેણે પસંદગીકારોને સલાહ આપતા લખ્યું કે, ‘રણજી ટ્રોફીના શાનદાર પ્રદર્શનને આ રીતે નિરુત્સાહિત ન કરો.’ આ નિર્ણય બાદથી જ ક્રિકેટ ફેન્સ અને નિષ્ણાતો વચ્ચે સ્થાનિક ક્રિકેટના મહત્વને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Irfan Pathan (ઇરફાન પઠાણ) Jasprit Bumrah (જસપ્રીત બુમરાહ) Ranji Trophy (રણજી ટ્રોફી)

Post navigation

Previous: IND vs AFG: ભારતીય ટીમમાં 4 નવા ખેલાડીઓની એન્ટ્રીથી આ દિગ્ગજોનું કરિયર સંકટમાં?
Follow

Recent Posts

  • 10 મેચમાં 60 વિકેટ લેનાર બોલરને ટીમ ઇન્ડિયામાં ન મળી તક, સેલેક્ટર્સ પર ભડક્યો ઇરફાન પઠાણ
  • IND vs AFG: ભારતીય ટીમમાં 4 નવા ખેલાડીઓની એન્ટ્રીથી આ દિગ્ગજોનું કરિયર સંકટમાં?
  • Video: PM મોદીએ ઇટાલીના PM મેલોનીને ‘મેલોડી’ ટોફી ગિફ્ટ કરી
  • કોણ છે જ્યોર્જિયા મેલોની? જાણો ઇટલીના PMની ઉંમર અને નેટવર્થ
  • ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, 3 લોકોના મોત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.