Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

કોણ છે જ્યોર્જિયા મેલોની? જાણો ઇટલીના PMની ઉંમર અને નેટવર્થ

Chief Editor May 20, 2026
Giorgia Meloni

Giorgia Meloni Biography | વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટલી (Italy) પહોંચ્યા હતા, જ્યાં રોમમાં ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મેલોનીએ સોશિયલ મીડિયા પર (Social media) પીએમ મોદી સાથેની એક તસવીર પોસ્ટ કરીને તેમને પોતાના મિત્ર ગણાવ્યા હતા.

આ વાયરલ પોસ્ટની વચ્ચે લોકો ઇટલીના પ્રથમ મહિલા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના જીવન વિશે જાણવા ઉત્સુક બન્યા છે. 15 જાન્યુઆરી 1977 ના રોજ રોમના (Rome) એક મધ્યમવર્ગીય વિસ્તારમાં જન્મેલા મેલોનીની ઉંમર હાલ 49 વર્ષ છે.

જ્યારે તેઓ માત્ર 1 વર્ષના હતા ત્યારે તેમના પિતા પરિવાર છોડીને ચાલ્યા ગયા હતા, જેના કારણે તેમની માતાએ જ તેમનો ઉછેર કર્યો હતો. નાની ઉંમરે ઘરની જવાબદારીઓ ઉપાડવા માટે તેમણે નાઇટ ક્લબમાં બાર ટેન્ડર તરીકે પણ કામ કર્યું હતું.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

મેલોનીએ માત્ર 15 વર્ષની ઉંમરે ઇટાલિયન સોશિયલ મૂવમેન્ટમાં (MSI) જોડાવાની સાથે રાજકારણમાં (Politics) પ્રવેશ કર્યો હતો. વર્ષ 2006 માં તેઓ 29 વર્ષની ઉંમરે સાંસદ બન્યા અને બર્લુસ્કોની સરકારમાં સૌથી નાની વયના યુવા બાબતોના મંત્રી બન્યા હતા.

વર્ષ 2012 માં તેમણે પોતાની નવી પાર્ટી ‘બ્રધર્સ ઓફ ઇટલી’ (Brothers of Italy) શરૂ કરી અને વર્ષ 2022 માં તેઓ ઇટલીના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા.

તેમની નેટવર્થ (Net worth) અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વડાપ્રધાન તરીકે તેઓ દર વર્ષે અંદાજે 99,000 યુરો એટલે કે આશરે 9.3 કરોડ રૂપિયા કમાય છે.

Giorgia Meloni and Andrea Giambruno
Giorgia Meloni and Andrea Giambruno

પર્સનલ લાઇફની (Personal life) વાત કરીએ તો, મેલોની સિંગલ મધર છે અને વર્ષ 2016માં જન્મેલી તેમની પુત્રી જિનેવરાનો એકલા જ ઉછેર કરી રહ્યા છે.

ઓક્ટોબર 2023 માં તેમણે પોતાના લોન્ગ ટાઇમ પાર્ટનર અને ટીવી જર્નાલિસ્ટ (TV Journalist) એન્ડ્રિયા જિયામ્બ્રુનો સાથેના 10 વર્ષ જૂના સંબંધોનો અંત આણ્યો હતો. મેલોની ખૂબ જ સાદું જીવન જીવે છે અને તેઓ પરંપરાગત ઇટાલિયન સંસ્કૃતિના મજબૂત સમર્થક માનવામાં આવે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Giorgia Meloni (જ્યોર્જિયા મેલોની) Italy (ઇટલી)

Post navigation

Previous: ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, 3 લોકોના મોત
Next: Video: PM મોદીએ ઇટાલીના PM મેલોનીને ‘મેલોડી’ ટોફી ગિફ્ટ કરી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार
  • NRI को सलाह देने पर ट्रोल हुए Zoho के संस्थापक श्रीधर वेम्बू, बोले- ‘विकल्प क्या है? भीख मांगें?’
  • ઝોહોના સ્થાપક શ્રીધર વેંબુનું નિવેદન: ‘શું વિદેશમાં રહેવા ભીખ માંગીએ?’
  • જ્યોર્જિયાના વિદ્યાર્થીઓએ ‘થ્રાઇવટૂગેધર’નો ૪૦ થી વધુ શાખાઓમાં વિસ્તાર કર્યો, જરૂરિયાતમંદ પરિવારો માટે રૂ. ૨૦૦,૦૦૦ નું ખાદ્ય દાન એકત્ર કર્યું
  • અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.