Fertilizer Import Rise | નાણાં વર્ષ 2026 માં ચીન (China) ખાતેથી ભારતની ફર્ટિલાઈઝર (Fertilizer) ની આયાત વાર્ષિક ધોરણે 170% થી વધુ વધીને 50.20 લાખ ટન રહી હતી.
જોકે, ભારતને ખાતરના નિકાસકાર તરીકે રશિયા (Russia) એ પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો. રશિયા ખાતેથી આયાત 35% વધીને 67.10 લાખ ટન નોંધાઈ હતી.
વાણિજ્ય મંત્રાલયના ડેટા (Data) અનુસાર, સાઉદી અરેબિયા ખાતેથી 34.30 લાખ ટન અને મોરોક્કો ખાતેથી આયાત 98.70% વધીને 27.90 લાખ ટન થઈ હતી.
બીજી બાજુ, ગત નાણાં વર્ષમાં સાઉદી અરેબિયા અને ઈરાન (Iran) ભારતના બાસમતિ ચોખા (Basmati Rice) ના બે મોટા ખરીદદાર દેશો રહ્યા હતા.
સાઉદી અરેબિયામાં 10.50 લાખ ટન અને ઈરાનમાં 10 લાખ ટન બાસમતિની નિકાસ (Export) થઈ હતી. જોકે, પશ્ચિમ એશિયાની વર્તમાન તંગદિલીને કારણે જહાજોની અવરજવર પર માઠી અસર પડી છે, જેના લીધે અખાતી દેશોમાં બાસમતિની નિકાસ ખોરવાઈ જવાની આશંકા સેવાઈ રહી છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
