PM Modi UAE Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) શુક્રવાર, 15 મેના રોજ તેમની પાંચ દેશોની વિદેશ યાત્રાના પ્રથમ તબક્કે અબુ ધાબી (Abu Dhabi) પહોંચ્યા છે. પીએમ મોદીનું વિમાન યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ ત્યાંના F-16 લડાયક વિમાનોએ (F-16 Fighter Jets) તેમને એસ્કોર્ટ (Escort) કરી ભવ્ય સ્વાગત કર્યું હતું.
એરપોર્ટ પર ઉતરતા જ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન (Sheikh Mohamed bin Zayed Al Nahyan) દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ (Guard of Honor) આપવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન ગુજરાત (Gujarat) માટે એક ખાસ ડીલ (Deal) કરવામાં આવી છે.
પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે તાજેતરમાં UAE પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી હતી અને ખાતરી આપી હતી કે ભારત હંમેશા UAEની સુરક્ષા માટે તેની પડખે ઉભું રહેશે.
ખાસ કરીને વેપાર (Trade) અને ઊર્જાના (Energy) પુરવઠાને કોઈ નુકસાન ન થાય તે માટે તેમણે હોર્મુઝ સ્ટ્રેટને (Strait of Hormuz) વહેલી તકે કાર્યરત કરવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ મુશ્કેલ સમયમાં ત્યાં વસતા 45 લાખથી વધુ ભારતીયોની સુરક્ષા અને પરિવારની જેમ કાળજી લેવા બદલ રોયલ ફેમિલીનો (Royal Family) આભાર માન્યો હતો.
આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેમાં સામરિક રક્ષણ ભાગીદારી (Strategic Defense Partnership) અને ઊર્જા સુરક્ષા (Energy Security) હેઠળ વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ (Strategic Petroleum Reserve) અને LPG પુરવઠાના કરારો મુખ્ય છે. ખાસ કરીને ગુજરાતના વાડીનારમાં (Vadinar) ‘શિપ રિપેર ક્લસ્ટર’ (Ship Repair Cluster) સ્થાપવા માટે સમજૂતી કરવામાં આવી છે.
આ ઉપરાંત, ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure), RBL બેન્ક અને સન્માન કેપિટલમાં કુલ 5 અબજ અમેરિકન ડોલર (5 Billion USD) ના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદી હવે નેધરલેન્ડ (Netherlands), સ્વીડન (Sweden), નોર્વે (Norway) અને ઈટાલીની (Italy) મુલાકાત લેશે.
