Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

શબાના મહેમૂદ જે બની શકે છે યુકેના પ્રથમ મુસ્લિમ મહિલા PM, PoK સાથે છે નાતો

Chief Editor May 12, 2026
who-is-shabana-mahmood-uk-first-muslim-woman-pm-race

UK Political Crisis | બ્રિટનના રાજકારણમાં નેતૃત્વ પરિવર્તનની અટકળોએ જોર પકડ્યું છે. વડાપ્રધાન (UK Prime Minister) કીર સ્ટાર્મર (Keir Starmer) સામે એપસ્ટિન ફાઇલ વિવાદ અને આંતરિક વિખવાદ વધતા, હવે હોમ સેક્રેટરી (Home Secretary) શબાના મહમૂદ વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. જો સ્ટાર્મર પદ છોડે છે, તો શબાના મહમૂદ (Shabana Mahmood ) બ્રિટનના ઇતિહાસમાં પ્રથમ મુસ્લિમ મહિલા વડાપ્રધાન બનીને નવો ઇતિહાસ રચી શકે છે.

શબાના મહમૂદની સફર: બર્મિંગહામમાં જન્મેલા શબાના મહમૂદના મૂળ પાકિસ્તાનના (Pakistan) મીરપુર સાથે જોડાયેલા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી (Oxford University)માંથી કાયદાનો અભ્યાસ કરનાર શબાના વ્યવસાયે બેરિસ્ટર (Barrister) છે. વર્ષ 2010 માં તેઓ બ્રિટિશ સંસદમાં ચૂંટાયા હતા. વર્ષ 2025 માં ગૃહ સચિવનો પદભાર સંભાળ્યા બાદ તેમની રાષ્ટ્રીય છબી વધુ મજબૂત બની છે.

વિવાદ અને પડકારો: લેબર પાર્ટીમાં અત્યારે જેફરી એપસ્ટિન વિવાદને કારણે મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે. પીએમના ચીફ ઓફ સ્ટાફ (Chief of Staff) ના રાજીનામા બાદ સરકાર સંકટમાં છે. શબાના મહમૂદની કેટલીક કડક નીતિઓ, જેમ કે કાયમી રહેઠાણ (Permanent Residency) માટેનો સમયગાળો 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરવો અને પોલીસમાં ફેસિયલ રેકગ્નિશન (Facial Recognition) ટેકનોલોજીના ઉપયોગના સમર્થનને કારણે તેઓ ચર્ચામાં છે.

જોકે, પીએમ પદની આ રેસમાં એન્જેલા રેનર (Angela Rayner) અને વેસ સ્ટ્રીટિંગ (Wes Streeting) જેવા દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે, પરંતુ હાલના રાજકીય સમીકરણો અને બુકમેકર્સના મતે શબાના મહમૂદ સૌથી આગળ ચાલી રહ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Epstein Files (એપસ્ટિન ફાઈલ્સ) Jeffrey Epstein (જેફ્રી ઍપ્સ્ટીન) Keir Starmer (કીર સ્ટાર્મર) Political Crisis (રાજકીય સંકટ) Shabana Mahmood (શબાના મહેમૂદ) UK (બ્રિટન)

Post navigation

Previous: બ્રિટનમાં રાજકીય કટોકટી: 72 સાંસદો અને ગૃહમંત્રીનો વડાપ્રધાન સામે બળવો
Next: એપસ્ટિનની ‘વાઇલ્ડ’ પાર્ટીમાં મસ્ક અને ઝુકરબર્ગ! 2015ની તસવીરો જાહેર થતા ટેક જગતમાં હડકંપ
Follow

Recent Posts

  • સાબરમતી જેલમાં હત્યા-પોક્સોની સજા ભોગવી રહેલો કેદી મેન ગેટમાંથી જ ભાગી ગયો
  • ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત
  • અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ચીનની અનાજ અને ખાતરની જમાખોરી, ભારતની મુશ્કેલી વધશે
  • ફાર્મસી એક્ઝિટ ટેસ્ટ ઘોંચમાં! હવે પરીક્ષા વિના જ મળશે રજિસ્ટ્રેશન, હજારો વિદ્યાર્થીઓને મોટી રાહત
  • એપસ્ટિનની ‘વાઇલ્ડ’ પાર્ટીમાં મસ્ક અને ઝુકરબર્ગ! 2015ની તસવીરો જાહેર થતા ટેક જગતમાં હડકંપ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.