Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ટ્રમ્પની ચિંતામાં વધારો: અમેરિકાનું રાષ્ટ્રીય દેવું આઝાદી પછી સૌથી ઐતિહાસિક સપાટીએ

Chief Editor May 6, 2026
The U.S. debt now exceeds the country s GDP

US National Debt | અમેરિકા (USA) અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) માટે અત્યારે માત્ર ઈરાન સાથેનું યુદ્ધ કે હોર્મુઝની ખાડી (Strait of Hormuz) નો તણાવ જ ચિંતાનો વિષય નથી, પરંતુ દેશ પર વધતું દેવું એક ગંભીર સંકટ બની ગયું છે.

બીજા વિશ્વયુદ્ધ (World War 2) પછી પહેલીવાર એવું બન્યું છે કે અમેરિકાનું રાષ્ટ્રીય દેવું (National Debt) તેની કુલ જીડીપી (GDP) કરતા પણ વધી ગયું છે. ‘કમિટી ફોર એ રિસ્પોન્સિબલ ફેડરલ બજેટ’ ના અહેવાલ મુજબ, અમેરિકાની અર્થવ્યવસ્થા અત્યારે દેવાના ડુંગર નીચે દબાયેલી છે.

Join Our WhatsApp Group

તાજેતરના આંકડાઓ અનુસાર, એપ્રિલ 2026 ના અંતમાં અમેરિકા પરનું કુલ દેવું 31.27 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગયું છે, જે દેશની 31.22 ટ્રિલિયન ડૉલરની જીડીપી કરતા વધારે છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ (World of Statistics) ના ડેટા મુજબ, 2026 માં અમેરિકાનું રાષ્ટ્રીય દેવું ઉછળીને 39.2 ટ્રિલિયન ડૉલર થઈ ગયું છે. છેલ્લા 10 વર્ષમાં આ દેવું બમણું થયું છે. વર્ષ 2017 માં જે દેવું 20.2 ટ્રિલિયન ડૉલર હતું, તે હવે રેકોર્ડ સ્તરે છે.

નિષ્ણાતોના મતે, આ દેવું વધવા પાછળ ટેક્સ કાપ (Tax Cuts) અને વ્યાજની ચુકવણીમાં થયેલો તોતિંગ વધારો મુખ્ય છે. અત્યારે અમેરિકા સંરક્ષણ (Defense) કે સ્વાસ્થ્ય સેવાઓ કરતા વધુ ખર્ચ દેવાના વ્યાજ (Interest) ની ચુકવણીમાં કરી રહ્યું છે, જે વાર્ષિક 1 ટ્રિલિયન ડૉલરને પાર કરી ગયું છે.

કોંગ્રેસ બજેટ ઑફિસ (CBO) ના અંદાજ મુજબ, જો સ્થિતિ નહીં સુધરે તો 2036 સુધીમાં દેવું 53 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે, જે મોંઘવારી (Inflation) અને આર્થિક વિશ્વસનીયતા પર માઠી અસર કરશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Donald Trump (ડોનાલ્ડ ટ્રમ્પ) GDP (વિકાસ દર) US-Israel-Iran war (અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ) USA (અમેરિકા) World War 2 (દ્વિતીય વિશ્વયુદ્ધ)

Post navigation

Previous: તમિલનાડુમાં વિજયની TVK ને કોંગ્રેસનું સમર્થન: DMK સાથે છેડો ફાડ્યો
Next: હાટકેશ્વર બ્રિજ તોડવાનો 3.90 કરોડનો ખર્ચ AMCએ પ્રજાના માથે ઢોળાયો
Follow

Recent Posts

  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
  • આર્મી ચીફ જનરલ ધિરજ સેથનો રશિયા પ્રવાસ: આર્મર અને એર ડિફેન્સ યોજનાઓ માટે કેમ છે મહત્વપૂર્ણ?
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.