Gold Silver Price Hike | વૈશ્વિક બજાર (Global Market) માં ભૌગોલિક-રાજકીય તણાવમાં ઘટાડો થવાના સંકેતો વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) માં સોના અને ચાંદીના ભાવમાં અત્યંત આક્રમક તેજી જોવા મળી છે. માત્ર એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 7,684 અને સોનામાં 2,429 સુધીનો જંગી વધારો (Increase) નોંધાયો છે.
ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી: ચાંદીનો અગાઉનો બંધ ભાવ 2,44,316.00 હતો. આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી 2,49,316.00 ના ભાવે ઓપન (Open) થઈ હતી. ચાંદીનો ભાવ વધીને 2,50,550.00 ના સ્તરે પહોંચી ગયો છે, જે તેના અગાઉના બંધ ભાવથી 6,234.00 (+2.55%) નો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન ચાંદીએ 2,52,000.00 ની હાઈ (High) સપાટીને પણ સ્પર્શ કર્યો હતો.
સોનાના ભાવમાં પણ ચમકારો: સોનાનો અગાઉનો બંધ ભાવ 1,49,753.00 હતો. આજે સોનું 1,52,000.00 ના ઊંચા ભાવે ઓપન થયું હતું. હાલમાં સોનું 1,51,818.00 પર ટ્રેડ (Trade) કરી રહ્યું છે, જે શુક્રવારના બંધ ભાવથી 2,065.00 (+1.38%) નો વધારો સૂચવે છે. સોનાએ આજે 1,52,182.00 ની સર્વોચ્ચ સપાટી બનાવી છે.
તેજી પાછળના મુખ્ય કારણો: બજારના નિષ્ણાતો (Experts) માની રહ્યા છે કે અમેરિકાએ ‘ઓપરેશન એપિક ફ્યુરી’ (Operation Epic Fury) ખતમ કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે (President Trump) ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ ને અટકાવી દીધો છે, જે વૈશ્વિક અનિશ્ચિતતા ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ઉપરાંત, ઈરાન સાથે યુદ્ધ વિરામ (Ceasefire) અને ડીલ થવાના સંકેતો મળતા રોકાણકારો (Investors) ફરીથી કિંમતી ધાતુઓ તરફ વળ્યા છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
