Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

હોર્મુઝ સંકટ વચ્ચે જાપાને અમેરિકાને ઝટકો આપી 4 વર્ષ બાદ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું

Chief Editor May 2, 2026
Japan Buys Russian Oil

Japan Buys Russian Oil | એશિયામાં અમેરિકાના સૌથી વિશ્વસનીય સાથી ગણાતા જાપાને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ક્ષેત્રે સૌને ચોંકાવી દીધા છે. મધ્ય પૂર્વમાં હોર્મુઝની નાકેબંધીને કારણે વૈશ્વિક ઓઇલ પુરવઠો ખોરવાતા જાપાને પોતાની જૂની મિત્રતાની સીમાઓ ઓળંગીને રશિયા તરફ હાથ લંબાવ્યો છે.

વર્ષ 2022 માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો પછી આ પ્રથમ વખત છે જ્યારે જાપાને રશિયા પાસેથી ઓઇલની ખરીદી કરી છે.

Join Our WhatsApp Group

આ નિર્ણય માત્ર ઊર્જા સુરક્ષાનો મુદ્દો નથી, પરંતુ બદલાતી વૈશ્વિક વ્યૂહનીતિ (Global Strategy) અને રાજદ્વારી મજબૂરીનો પણ સંકેત આપે છે.

જાપાન તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના 90% થી વધુ પુરવઠા માટે પશ્ચિમ એશિયા પર નિર્ભર છે. હાલમાં અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં સર્જાયેલા અવરોધને કારણે જાપાનની સપ્લાય લાઇન જોખમમાં મુકાઈ છે.

પીએમ સનાએ ટાકાઈચીએ સ્પષ્ટ કર્યું છે કે મે (May) મહિના માટેની 60% તેલની જરૂરિયાત હવે વૈકલ્પિક માર્ગો અને સ્ત્રોતો દ્વારા પૂરી કરવામાં આવશે.

રશિયાની ન્યૂઝ એજન્સી TASS અનુસાર, જાપાને ‘સખાલિન બ્લેન્ડ’ (Sakhalin Blend) ગ્રેડનું ઓઇલ ખરીદ્યું છે. ઓમાનનો ધ્વજ ધરાવતું ટેન્કર ‘વોયેજર’ (Voyager) આગામી 3 મેના રોજ શિકોકુ ટાપુ પર આવેલા કિકુમા પોર્ટ પર પહોંચવાનું છે.

આ ઓઇલ જાપાનની ‘તાઈયો ઓઇલ’ (Taiyo Oil) રિફાઈનરીને સોંપવામાં આવશે. જાપાન પાસે અત્યારે 44 કરોડ બેરલનો વિશાળ તેલ ભંડાર (Oil Reserve) હોવા છતાં, તે લાંબા સમય સુધી ચાલનારા સંકટને પહોંચી વળવા માટે માત્ર તેના પર નિર્ભર રહેવા માંગતું નથી.

જાપાન સરકાર દ્વારા ઓઇલના ભંડારમાંથી વધારાના 20 દિવસનો પુરવઠો બજારમાં મુક્ત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે આટલા મોટા ફેરફાર અને રશિયા સાથેના વેપાર છતાં અમેરિકાએ અત્યાર સુધી મૌન સેવ્યું છે.

જાપાન અને અમેરિકા વચ્ચેનું સંરક્ષણ ગઠબંધન (Defense Alliance) મજબૂત છે, પરંતુ ઊર્જા સુરક્ષાના મામલે જાપાને સાબિત કર્યું છે કે તે પોતાની જનતા અને ઉદ્યોગોને બચાવવા માટે કોઈ પણ વ્યવહારિક ડગલું ભરતા અચકાશે નહીં.

આ ઘટના આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક નવો વળાંક દર્શાવે છે, જે અન્ય દેશોને પણ સંવેદનશીલ વિસ્તારો પરની નિર્ભરતા ઘટાડવા પ્રેરિત કરશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Crude Oil (ક્રૂડ ઓઇલ) Iran (ઈરાન) Japan (જાપાન) Russia (રશિયા) Russia Ukraine War (રશિયા યુક્રેન યુદ્ધ) Strait of Hormuz (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) US-Israel-Iran war (અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ) USA (અમેરિકા)

Post navigation

Previous: અમેરિકાને યુરોપ સાથે વાંકું પડ્યું, ટ્રમ્પે જર્મનીથી 5,000 અમેરિકન સૈનિકો પાછા બોલાવ્યા
Next: Shani Jayanti 2026: આ 4 રાશિઓ પર થશે શનિદેવની વિશેષ કૃપા
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.