Nagpur NGO director arrested for molesting | મહારાષ્ટ્રમાં (Maharashtra) ટીસીએસ (TCS) નાસિકકાંડ જેવી જ એક ચોંકાવનારી ઘટના નાગપુરમાં (Nagpur) સામે આવી છે.
નાગપુરના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં બાળકો માટે કાર્યરત NGO Universal Multipurpose Society ના ચીફ રિયાઝ ફાઝિલ કાઝી (Riyaz Fazil Kazi) પર અનેક યુવતીઓએ જાતીય શોષણ (Sexual Harassment) અને ધાર્મિક દબાણ લાવવાના ગંભીર આરોપો લગાવ્યા છે.
આ મામલે મનકાપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ રિયાઝની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. આ કેસની ગંભીરતાને જોતા રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ પણ એનજીઓના બેકગ્રાઉન્ડ અને નાણાકીય વ્યવહારોની સમાંતર તપાસ શરૂ કરી છે.
જન્મદિને જ કેબિનમાં બોલાવી કરી છેડતી મુખ્ય ફરિયાદકર્તા 23 વર્ષની મહિલા છે, જે સપ્ટેમ્બર 2023 (September 2023) થી આ એનજીઓમાં એડમિનિસ્ટ્રેશન અને એચઆર હેડ (HR Head) તરીકે ફરજ બજાવતી હતી. પીડિતાના જણાવ્યા અનુસાર, 18 જુલાઈ 2024 (18 July 2024) ના રોજ તેના જન્મદિવસે ઓફિસમાં સેલિબ્રેશન બાદ રિયાઝે તેને પોતાની કેબિનમાં બોલાવી હતી. ત્યાં તેની મરજી વિરુદ્ધ તેને બળજબરીથી ગળે લગાવી, માથા પર ચુંબન કર્યું અને અભદ્ર શબ્દો કહ્યા હતા. પીડિતાએ દાવો કર્યો છે કે નોકરી ગુમાવવાના ડરથી તે તે સમયે વિરોધ કરી શકી નહોતી. એટલું જ નહીં, આરોપીએ એકવાર સીસીટીવી (CCTV) નો પ્લગ કાઢીને પણ મહિલા સાથે અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો.
ધાર્મિક રીતિ-રિવાજો થોપવાનો આરોપ આરોપી રિયાઝ ફાઝિલ કાઝી પર માત્ર જાતીય સતામણી જ નહીં, પણ ધાર્મિક માનસિકતા લાદવાના પણ આરોપો છે. ફરિયાદ મુજબ, પીડિતાની મોટી બહેન જે નવેમ્બર 2025 (November 2025) માં આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તરીકે જોડાઈ હતી, તેના પર આરોપીએ ખાસ ધર્મની પ્રાર્થનાઓ કરવા અને આખું શરીર ઢંકાય તેવા વિશિષ્ટ કપડાં પહેરવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત, રિયાઝે મહિલા સ્ટાફ પર નજર રાખવા માટે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ (Fake Social Media Account) પણ બનાવ્યું હતું.
પોલીસ કાર્યવાહી અને તપાસ આરોપીની આવી હરકતોને કારણે અન્ય અનેક મહિલા કર્મચારીઓએ પણ નોકરી છોડી દીધી હતી. જ્યારે પીડિતોનું જૂથ 18 એપ્રિલના (18 April) રોજ ઓફિસ પહોંચ્યું ત્યારે તે બંધ હતી, ત્યારબાદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માનકાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હરેશ કાલસેકરે જણાવ્યું કે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને તેને 23 એપ્રિલ (23 April) સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ (CCTV Footage) અને અન્ય પુરાવાઓ એકત્રિત કરી રહી છે.
