કેનેડા (Canada) માં છેલ્લા 10 વર્ષથી પંજાબી રેડિયો અને ટીવી હોસ્ટ તરીકે કાર્યરત 47 વર્ષીય સુખવિંદર કૌર સંઘાને ડ્રગ્સની તસ્કરીના કેસમાં 5.5 વર્ષ (5.5 Years) ની જેલની સજા ફટકારવામાં આવી છે.
વર્ષ 2021 માં તે અમેરિકા (US) થી ડફલ બેગમાં આશરે 108 કિલો મેથામ્ફેટામાઈન (Methamphetamine) ડ્રગ્સ છુપાવીને લાવતા ઝડપાઈ ગઈ હતી. પોલીસના અંદાજ મુજબ આ ડ્રગ્સની કિંમત 1 મિલિયન થી 10 મિલિયન ડોલર (10 Million Dollars) ની વચ્ચે હતી.
સંઘાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેના પુત્રના જીવને જોખમ હોવાથી અને 150,000 ડોલરની ખંડણી ચૂકવવા માટે તેના પર આ ગુનો કરવા દબાણ કરવામાં આવ્યું હતું.
આ ઘટના 18 ઓક્ટોબર, 2021 ની છે જ્યારે સંઘા ફ્લોરિડા (Florida) ની લાયસન્સ પ્લેટવાળી ભાડાની કાર લઈને સરે (Surrey) બોર્ડર પર પહોંચી હતી. તેણે અધિકારીઓને જણાવ્યું હતું કે તે તેની માસીના અંતિમ સંસ્કારમાં ગઈ હતી, પરંતુ જ્યારે તપાસ માટે કાર રોકવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
બોર્ડર ઓફિસરોએ તેનો પીછો કરીને તેને પકડી પાડી હતી અને કારમાંથી ચાર બેગ ભરેલું ડ્રગ્સ, આઈફોન (iPhone) અને આઈપેડ જપ્ત કર્યા હતા. નોંધનીય છે કે, સુખવિંદર સંઘા સમાજમાં યુવા અપરાધ અને નશા વિરોધી અભિયાનમાં સક્રિય હતી, પરંતુ હવે તે પોતે જ કરોડોના ડ્રગ્સ રેકેટમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
