Asha Bhosle Health Update | ભારતીય સંગીત જગતના લેજન્ડરી (Legendary) ગાયિકા આશા ભોંસલેની (Asha Bhosle) તબિયત બગડતા તેમને મુંબઈની જાણીતી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospital) દાખલ કરવામાં આવ્યા છે. 92 વર્ષીય આશાજીને થાક અને છાતીમાં ઈન્ફેક્શનની (Chest Infection) ફરિયાદ બાદ તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. આ સમાચાર આવતા જ તેમના કરોડો ચાહકોમાં ચિંતા ફેલાઈ છે.
પૌત્રી ઝનાઈ ભોંસલેએ (Zanai Bhosle) કરી સ્પષ્ટતા સોશિયલ મીડિયા (Social Media) પર આશાજીને કાર્ડિઆક અરેસ્ટ (Cardiac Arrest) આવ્યો હોવાની અફવાઓ ઉડી હતી, જેનું તેમની પૌત્રી ઝનાઈએ ખંડન કર્યું છે. ઝનાઈએ જણાવ્યું કે, “દાદીને થાક અને ચેસ્ટ ઇન્ફેક્શનના (Chest Infection) કારણે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે અને અમે ટૂંક સમયમાં પોઝિટિવ (Positive) અપડેટ આપીશું.” હાલમાં ડોક્ટરોની એક સ્પેશિયલ ટીમ (Special Team) ICU માં તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે.
ચાહકો અને બોલિવૂડમાં ચિંતા આશા ભોંસલેના બીમાર હોવાના સમાચાર વાયરલ (Viral) થતા જ બોલિવૂડ (Bollywood) સેલેબ્સ અને ચાહકો તેમના ઝડપી રિકવરી (Recovery) માટે પ્રાર્થના કરી રહ્યા છે. આશાજીએ સાત દાયકાથી વધુની કારકિર્દીમાં હજારો ગીતો ગાયા છે અને તેમના નામે સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ (Studio Recording) કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record) પણ છે.
ભારત સરકાર દ્વારા તેમને પદ્મ વિભૂષણ (Padma Vibhushan) અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ (Dadasaheb Phalke Award) જેવા સર્વોચ્ચ સન્માન મળેલા છે.
