Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ટ્રમ્પે ઈરાની પ્રસ્તાવ કચરાપેટીમાં ફેંકી દીધો: વ્હાઈટ હાઉસની સ્પષ્ટતા, હોર્મુઝ સ્ટ્રેટ પર તણાવ યથાવત

Chief Editor April 9, 2026
caroline levitt

અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચેના સીઝફાયર (Ceasefire) કરારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વ્હાઈટ હાઉસ (White House) દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે (Karoline Leavitt) સ્પષ્ટ કર્યું છે કે ઈરાને શરૂઆતમાં જે 10 મુદ્દાનો પ્રસ્તાવ આપ્યો હતો, તેને રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સંપૂર્ણપણે ફગાવી દઈ કચરાપેટીમાં ફેંકી દીધો હતો. આ પ્રસ્તાવ અમેરિકા માટે સ્વીકાર્ય નહોતો.

બીજી તરફ, લેબેનોન (Lebanon) પર ઈઝરાયલના (Israel) હુમલા બાદ ઈરાને ફરી આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ખોલ્યાના ગણતરીના કલાકોમાં જ તેને ફરી બંધ કરવાની ચેતવણી આપી છે.

ઈરાને અમેરિકાને અલ્ટીમેટમ આપ્યું છે કે તેણે સીઝફાયર અને ઈઝરાયલના યુદ્ધ વચ્ચે પસંદગી કરવી પડશે. દરમિયાન, અમેરિકામાં પણ ટ્રમ્પ વિરુદ્ધ વિરોધના સૂર ઉઠ્યા છે. સેનેટર ક્રિસ મર્ફીએ (Chris Murphy) આ કરારને ટ્રમ્પનું સરેન્ડર (Surrender) ગણાવ્યું હતું, જેની સામે વ્હાઈટ હાઉસે વળતો પ્રહાર કર્યો છે.

લેવિટે ખાતરી આપી છે કે ટ્રમ્પ માત્ર અમેરિકન જનતાના હિતમાં હશે તેવો જ કરાર (Agreement) કરશે અને કોઈ પણ બિનજરૂરી શરતો સ્વીકારવામાં આવશે નહીં.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: જેડી વેન્સની ઈરાનને કડક ચેતવણી: ‘ટ્રમ્પ સાથે રમત કરી તો ભારે પડશે
Next: ભારતના સૌથી વયોવૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર સી.ડી. ગોપીનાથનું 96 વર્ષની વયે નિધન
Follow

Recent Posts

  • CETA: એક વ્યૂહાત્મક ભાગીદાર
  • ભારત-UK ઐતિહાસિક કરાર: ભારતથી સોના-ચાંદી અને હીરાના દાગીનાની પ્રથમ ખેપ બ્રિટન રવાના
  • પાકિસ્તાનમાં ભારે આક્રોશ: PoK અને બલૂચિસ્તાનમાં ફાટી નીકળી હિંસા, આર્મી ચીફ અસીમ મુનીરની ચિંતા વધી
  • ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી: ખાર્ગ આઈલેન્ડ પર ગ્રાઉન્ડ ઈન્વેઝનની આપી ધમકી
  • U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે BAPS મંદિરોની મુલાકાત લીધી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.