Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ઈઝરાયલના ‘લિટલ ઈન્ડિયા’ ગણાતા ડિમોના પર ઈરાનનો મિસાઈલ હુમલો

Chief Editor March 22, 2026
israel iran war missile attack on dimona little india

Israel Iran war missile attack on Dimona little india

મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલું યુદ્ધ હવે ભયાનક વળાંક લઈ રહ્યું છે. ઈરાને (Iran) બદલો લેવાની કાર્યવાહીના ભાગરૂપે ઈઝરાયલના ડિમોના (Dimona) શહેર પર શનિવારે સાંજે ભીષણ મિસાઈલ હુમલા (Missile Attack) કર્યા છે. આ હુમલામાં 100 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે.

નોંધનીય છે કે ડિમોનાને ‘લિટલ ઈન્ડિયા’ (Little India) કહેવામાં આવે છે કારણ કે ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. આ ઉપરાંત, અહીં ઈઝરાયલનું ન્યુક્લિયર રિએક્ટર (Nuclear Reactor) પણ આવેલું છે.

ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) એ આ ઘટનાની નોંધ લીધી છે, જોકે નેગેવ ન્યૂક્લિયર રિસર્ચ સેન્ટર (Negev Nuclear Research Center) ને કોઈ મોટું નુકસાન થયું હોવાના કે રેડિયેશન (Radiation) લીક થયાના પુરાવા મળ્યા નથી.

ઈરાને દાવો કર્યો છે કે ઈઝરાયલ (Israel) અને અમેરિકાએ (America) તેમના પરમાણુ મથકો પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. રશિયાએ (Russia) પણ આ હુમલાની નિંદા કરતા ચેતવણી આપી છે કે આનાથી મિડલ ઈસ્ટમાં વિનાશક સ્થિતિ સર્જાશે.

બીજી તરફ, ઈરાને અરાદ (Arad) શહેર પર પણ હુમલા કર્યા છે. ઈઝરાયલની અત્યંત સુરક્ષિત ગણાતી એર ડિફેન્સ સિસ્ટમ (Air Defense System) આ મિસાઈલોને રોકવામાં નિષ્ફળ રહી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ (Benjamin Netanyahu) આ સાંજને દેશના ભવિષ્ય માટે અત્યંત મુશ્કેલ ગણાવી છે. આ હુમલા બાદ સમગ્ર વિશ્વમાં પરમાણુ યુદ્ધનો ખતરો વધી રહ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Iran (ઈરાન) Israel (ઇઝરાયલ) Middle East (મિડલ ઈસ્ટ) US-Israel-Iran war (અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ) USA (અમેરિકા)

Post navigation

Previous: ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ કરતા અમેરિકા લાલઘૂમ, તાત્કાલીક જળમાર્ગ ખોલો નહીં તો…’
Next: ગ્લેન એલનમાં વાઇબ્રન્ટ હોળી કલર ફેસ્ટિવલનું કરેલ આયોજન 
Follow

Recent Posts

  • FIA-શિકાગો, ICNT, યુનાઇટેડ સિનિયર પરિવાર સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
  • અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટા સિટીમાં અધિક માસની અનોખા મનોરથો
  • BAPS ચેરિટીઝ સ્પિરિટ ઓફ સર્વિસ વોક-થ્રુ
  • ગુજરાતમાં આગામી 3-4 દિવસમાં ચોમાસાનું વિધિવત આગમન, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
  • નૌકાદળની તાકાતમાં વધારો: પીએમ મોદીએ દેશમાં જ બનેલા 3 શક્તિશાળી યુદ્ધ જહાજોને સેનામાં સામેલ કર્યા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.